Get The App

ઈલેકટોરલ બોન્ડ: ટોપ-30માંથી 14 કંપનીઓ પર થઈ હતી ED કે ITની રેડ, જાણો કેટલા રૂપિયાના બોન્ડ ખરીદી રાજકીય પાર્ટીઓને આપ્યું દાન

- વર્ષ 2019માં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ પર ઓક્ટોબર 2019માં ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
ઈલેકટોરલ બોન્ડ: ટોપ-30માંથી 14 કંપનીઓ પર થઈ હતી ED કે ITની રેડ, જાણો કેટલા રૂપિયાના બોન્ડ ખરીદી રાજકીય પાર્ટીઓને આપ્યું   દાન 1 - image


નવી દિલ્હી, તા. 15 માર્ચ 2024, શુક્રવાર

SBI Electoral Bonds Data: ભારતીય સ્ટેટ બેંક (SBI) દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી ચૂંટણી બોન્ડની વિગતોમાં સામે આવ્યું છે કે, કરોડો રૂપિયાની કિંમતના ચૂંટણી બોન્ડ ખરીદનારી અનેક કંપનીઓ એવી છે જેના પર ED અને ઈન્કમટેક્સની કાર્યવાહી થઈ ચૂકી છે. તેમાંથી કેટલીક કંપનીઓ પર 2019માં પણ EDના દરોડાની કાર્યવાહી થઈ હતી અને આ દરમિયાન તેમણે 5 વર્ષમાં અલગ-અલગ સમ પર ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે. તેમાં 1300 કરોડથી પણ વધુ રકમના સૌથી મોંઘા ચૂંટણી બોન્ડ ખરીદનારી ફ્યૂચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડનું પણ નામ છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં એવી 22 કંપનીઓ એવી છે જેણે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પાર્ટીઓને 100 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે. 2019થી 2024ની વચ્ચે સૌથી વધુ ચૂંટણી બોન્ડ ખરીદનાર 30 કંપનીઓમાંથી 14 કંપનીઓ એવી છે જેના પર દરોડા પાડવામાં આવી ચૂક્યા છે. ચાલો જાણીએ કે ચૂંટણી બોન્ડ ખરીદનારા ડોનર્સની યાદીમાં એવી કઈ કઈ કંપનીઓ છે જેના પર ઈડી અને ઈન્કમ ટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.......

ફ્યૂચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ

મેઘા ​​એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડની ચૂંટણી બોન્ડ ખરીદવાની પણ લાંબી યાદી છે. કંપનીએ 966 કરોડની કિંમતના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે. 12 એપ્રિલ, 2019થી કંપનીએ ચૂંટણી બોન્ડ ખરીદવાનું શરૂ કર્યું અને એક દિવસમાં જ 1 કરોડની કિમંતના અનેક બોન્ડ ખરીદ્યા હતા. 2019 થી 12 ઓક્ટોબર 2023 સુધી કંપનીએ ઘણા ચૂંટણી બોન્ડ ખરીદ્યા. વર્ષ 2019માં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ પર ઓક્ટોબર 2019માં ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં હૈદરાબાદ અને અન્ય સ્થળો પર કંપની સાથે સંબંધિત અનેક ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કંપનીના માલિક તેલુગુ બિઝનેસમેન કૃષ્ણા રેડ્ડી છે.

હલ્દિયા એન્જિનિયરિંગ લિમિટેડ

હલ્દિયા એન્જિનિયરિંગ લિમિટેડે 377 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેટ કર્યા હતા. કંપની પર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનની કાર્યવાહી થઈ હતી. વર્ષ 2020માં કંપની પર આ કાર્યવાહી થઈ હતી.

વેદાંતા લિમિટેડ

વેદાંત ગ્રુપની કંપની તલવંડી સાબો પાવર લિમિટેડ પર વર્ષ 2022માં EDએ દરોડા પાડ્યા હતા. આ દરોડો મની લોન્ડરિંગ મામલે પાડવામાં આવ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા મોકલવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે કંપનીએ 400 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે.

યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ

યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા 162 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પાર્ટીને દાન આપ્યું છે. કંપની પર ઈન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવી ચૂક્યા છે. આ દરોડા વર્ષ 2020માં પાડવામાં આવ્યા હતા અને કંપનીએ 2021માં ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા.

DLF કોમર્શિયલ ડેવલપર્સ લિમિટેડ

DLF કોમર્શિયલ ડેવલપર્સ લિમિટેડ પર વર્ષ 2019માં સીબીઆઈ દ્વારા જમીન ફાળવણીમાં ગેરરીતિના મામલામાં કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ 2023 માં EDએ ગુરુગ્રામમાં કંપનીની ઓફિસો પર પણ દરોડા પાડ્યા હતા. આ દરોડા રિયલ એસ્ટેટ ફર્મ સુપરટેક સાથે સંબંધિત એક મામલે તપાસ દરમિયાન પાડવામાં આવ્યા હતા. કંપનીએ 130 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા.



Google NewsGoogle News