VIDEO: કર્ણાટકનાં માંડ્યામાં ગણેશ વિસર્જન ટાણે સાંપ્રદાયિક હિંસા, ટોળાએ અનેક દુકાનો-વાહનોમાં લગાવી આગ

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
Karnataka Violence



stone pelting on Ganesh visarjan procession at Karnataka: સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વો કોમી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે કર્ણાટકના મંડ્યા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન ભક્તો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારા બાદ શહેરની શાંતી ભંગ થઇ છે. બે જૂથો વચ્ચે લડાઇ બાદ શહેરમાં તોડફોડ અને આગચંપીની ઘટના સામે આવી છે. જો કે, ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે હાલ સ્થિતિ પર કાબુ મેળવ્યો છે, જો કે, વિસ્તારમાં હજુ પણ તણાવની સ્થિતિ બનેલી છે.

નાગમંગલા વિસ્તારની ઘટના

જાણકારી મુજબ, આ ઘટના મંડ્યા જિલ્લાના નાગમંગલા વિસ્તારમાં બની હતી. ઘટના એવી છે કે, બદરીકોપ્પલુ ગામના યુવકો ગણેશ વિસર્જન માટે સરઘસ નીકાળી રહ્યા હતા, આ સરઘસ જ્યારે એક મસ્જિદ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મસ્જિદ પાસેથી અચાનક કેટલાક લોકોએ સરઘસ પર પથ્થરમારો કર્યો હતો.

દુકાનોમાં તોડફોડ, વાહનો સળગાવ્યા

પથ્થરમારો થયા બાદ પરિસ્થિતિ ધીમે-ધીમે વણસવા લાગી હતી અને બંને જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જે પછી તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી હતી. જો કે, પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, અન્ય જિલ્લાઓમાંથી પણ વધારાના દળોને બોલાવવામાં આવ્યા છે.

આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માંગ

ગણેશ વિસર્જન સરઘસ પર પથ્થરમારાની ઘટના બાદ લોકોના એક જૂથે પોલીસ સ્ટેશનમાં વિરોધ કર્યો હતો અને ઘટના માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. દરમિયાન જિલ્લામાં વધારાનો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી છે. જો કે, હજુ પણ વિસ્તારમાં તણાવની સ્થિતિ બનેલી છે.


Google NewsGoogle News