ઉત્તરપ્રદેશમાં દુષ્કર્મની ઘટના બાદ કોમી રમખાણ; તોડફોડ-આગચંપી, આખી રાત હોબાળો મચ્યો

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
ઉત્તરપ્રદેશમાં દુષ્કર્મની ઘટના બાદ કોમી રમખાણ; તોડફોડ-આગચંપી, આખી રાત હોબાળો મચ્યો 1 - image


Image: Facebook

Rape Case in Ghaziabad: ગાઝિયાબાદમાં લિંક રોડમાં બુધવારે સાંજે સગીરા સાથે અન્ય સમુદાયના યુવકે મારામારી કરીને દુષ્કર્મ આચર્યુ. વિરોધ કરવા પર હત્યાની ધમકી આપવામાં આવી. ઘટનાની ફરિયાદ પર પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી. હિંદુવાદી સંગઠનના કાર્યકર્તાઓ અને અમુક લોકોએ કાર્યવાહીમાં ઢીલ રાખવાનો આરોપ લગાવતાં પોલીસ સ્ટેશન પર પ્રદર્શન કર્યુ. તે બાદ રસ્તા પર ટ્રાફિક જામ કરીને વાહનોમાં તોડફોડ કરીને આગચંપી કરી દીધી. 

ઘટનાથી નારાજ લોકોએ સૂર્યનગર પોલીસ ચોકીની બહાર જોરદાર હોબાળો કરી દીધો. એડિશનલ સીપી દિનેશ કુમાર, ડીસીપી ટ્રાન્સ હિંડન નિમિષ પાટીલ સહિત તમામ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. જોકે, લોકો મામલામાં તમામ આરોપીઓની ધરપકડ કરીને તેમના હવાલે કરવાની માગ કરતાં રહ્યાં. રાત્રે આઠ વાગે લોકો શાંત થયા અને રસ્તા પરથી હટ્યા. તે બાદ મોડી રાત સુધી પ્રદર્શન કરનાર લોકો અને અધિકારીઓમાં ચર્ચા ચાલી. 

પોલીસના જણાવ્યા અનુસાર લિંકરોડ પોલીસ સ્ટેશન વિસ્તારની કોલોનીમાં પીડિતા પરિવાર સાથે રહે છે. ઘરમાં ઘૂસીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો. સગીરાના ભાઈએ જણાવ્યુ કે 'બુધવારે સાંજે લગભગ સાડા પાંચ વાગે ઘરની નજીક ભંગારની દુકાન ચલાવનાર અન્ય સમુદાયનો આરોપી ફૈઝાન ત્રણ મિત્રો સાથે અમારા ઘરમાં ઘૂસ્યો. તે લોકોએ મારી બહેનની સાથે છેડતી શરૂ કરી. જ્યારે મે વિરોધ કર્યો તો આરોપીઓએ મારી બહેનની સાથે મારામારી કરીને દુષ્કર્મ ગુજાર્યું.' ઘટનાના સમયે આઠ વર્ષનો નાનો ભાઈ ઘરની આસપાસ હતો જ્યારે અન્ય લોકો બહાર હતાં. પીડિતાએ બૂમો પાડી એટલે આરોપીના ત્રણેય મિત્રો ભાગી ગયા, જેમને જોઈને આસપાસ રહેતાં લોકો ભેગા થઈ ગયા, જ્યાં સુધી પરિવારના સભ્યો ઘરે પહોંચે તે પહેલા ફૈઝાન પણ ફરાર થઈ ગયો.

બેભાન અવસ્થામાં મળેલી પીડિતાના ભાઈએ જણાવ્યું કે જ્યારે અમે ઘરે પહોંચ્યા તો બહેન બેભાન અવસ્થામાં મળી. તેની હાલત ગંભીર હતી. ભાઈએ પિતાને જણાવ્યુ અને લિંક રોડ પરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. એસીપી સાહિબાબાદ રજનીશ ઉપાધ્યાયે જણાવ્યુ કે કેસ નોંધીને ફૈઝાનની ધરપકડ કરી લેવાઈ હતી. અન્ય ત્રણ આરોપીઓની ઓળખના પ્રયત્ન ચાલુ છે.

તમામ આરોપીઓની ધરપકડની માગ

ઘટનાની જાણકારી મળતાં જ હિંદુ પરિવાર ગૌરક્ષકના કાર્યકર્તા સહિત અમુક લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હોબાળો કર્યો. ચારમાંથી એક આરોપીની ધરપકડને લઈને હોબાળો કર્યો. સાથે જ અન્ય આરોપીઓની ધરપકડની માગ કરી. અધિકારીઓએ સમજાવીને શાંત કર્યા. તે બાદ અમુક લોકો પીડિતાની ઘરની નજીક આરોપીની દુકાન પર પહોંચ્યા અને તોડફોડ કરી દીધી. ભીડે ડઝન વાહનોમાં તોડફોડ કરી ઈ-રિક્ષામાં આગ લગાડી દીધી. પોલીસ કર્મચારી પહોંચ્યા તો જિલ્લાધિકારીને ઘટના સ્થળે બોલાવવાની માગ પર અડગ રહ્યાં. પ્રદર્શન કરનાર લોકો સૂર્યનગર ચોકી પહોંચ્યા અને ટ્રાફિક જામ કરી દીધો. લોકોએ રસ્તા પર સૂત્રોચ્ચાર કરતાં હોબાળો કર્યો. 

હળવો બળ પ્રયોગ

હોબાળો કરી રહેલા લોકો પોલીસના સમજાવવા પર સાંજે છ વાગે હટી ચૂક્યા હતાં પરંતુ થોડા સમય બાદ ફરીથી એકત્ર થઈ ગયા. આ દરમિયાન આગચંપી અને તોડફોડથી માહોલ ગરમાઈ ગયો. અધિકારીઓએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માન્યા નહીં. તે બાદ પોલીસે હળવો બળ પ્રયોગ કરીને લગભગ 08.35 મિનિટે તેમને હટાવી દીધી. આ દરમિયાન પીએસીને પણ બોલાવવામાં આવ્યા.

વાહન ચાલકોને હાલાકી

કોંગ્રેસ પ્રવક્તા ડોલી શર્માએ મામલા અંગે ટ્વીટ કરીને આકરી કાર્યવાહીની માગ કરી છે. સૂર્યનગર ચોકી પર પહોંચેલા લોકોમાં મહિલાઓ પણ સામેલ રહી. લોકોએ હાથમાં બેનર લઈને પ્રદર્શન કર્યું. બેનર પર લખેલુ હતું કે આરોપીને ફાંસી આપો. પ્રદર્શનના કારણે આસપાસના ચાર પોલીસ સ્ટેશનોની પોલીસ બોલાવવી પડી. ત્યારબાદ સ્થિતિ પર કાબૂ મેળવાયો. પ્રદર્શનના કારણે સૂર્યનગર ફ્લાયઓવર સિવાય બ્રિજ વિહાર પુલથી રામપ્રસ્થ સુધી ટ્રાફિક જામ થઈ ગયો. સાંજે વાહનોનું વધુ દબાણ હોવાથી લોકો ઘણા સમય સુધી ટ્રાફિક જામથી પરેશાન રહ્યાં. બાદમાં હોબાળો સમાપ્ત થવા પર લોકોને રાહત મળી.

કાર્યવાહીમાં બેદરકારીનો આરોપ

લોકોનો આરોપ છે કે સગીરા સાથે દુષ્કર્મ અને આરોપી અન્ય સમુદાયનો હોવા છતાં પણ પોલીસે સમયસર મામલામાં ગંભીરતા દર્શાવી નથી. સવારે હોબાળો થવા પર પણ અધિકારી અજાણ્યા રહ્યાં અને તોડફોડ અને આગચંપીનો અણસાર આવવા દીધો નહીં. આ મામલે સોશિયલ મીડિયા પર ભ્રામક પોસ્ટની પણ વાત સામે આવી છે. તે બાદ પણ જરૂરી પગલાં સમયસર ઉઠાવવામાં આવ્યા નહીં. આસપાસના લોકોનું કહેવું હતું કે ઘણા સમય સુધી પોલીસ કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા નહોતાં.

પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. તોડફોડ, આગચંપી અને ટ્રાફિક જામ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફોટો-વીડિયોથી ઓળખ કરીને તેમની પર કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News