Get The App

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 30નો ઘટાડો થયો

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 30નો ઘટાડો થયો 1 - image


- વિમાન ઇંધણના ભાવમાં 1.2 ટકાનો વધારો

- કોમર્શિયલ એલપીજીના ભાવમાં સતત ચોથા મહિને ઘટાડો  એક કિલોલીટર એટીએફનો ભાવ વધીને રૂ. 96148

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવ ધ્યાનમાં રાખીને વિમાનના ઇંધણ (જેટ ફ્યુઅલ)ના ભાવમાં ૧.૨ ટકાનો વધારો અને હોટેલ તથા રેસ્ટોરન્ટમાં વપરાતા કોમર્શિયલ એલપીજીના ૧૯ કીલોના સિલિન્ડરના ભાવમાં ૩૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જારી કરેલા નોટિફિકેશન અનુસાર એવિએસન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં પ્રતિ કિલોલિટરે ૧૧૭૯.૩૭ રૂપિયા એટલે કે ૧.૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં એક કિલોલીટર એેટીએફનો ભાવ વધીને ૯૬૧૪૮.૩૮ રૂપિયા થઇ ગયો છે.

એક જુનના રોજ એટીએફના ભાવમાં ૬.૫ ટકા (પ્રતિ કિલોલીટર ૬૬૭૩.૮૭ રૂપિયા)નો ઘટાડો કરવામાં આવ્યો હતો.  આજના ભાવવધારા પછી મુંબઇમાં એક કિલોલીટર એટીએફનો ભાવ ૮૮,૮૩૪.૨૭ રૂપિયાથી વધીને ૮૯,૯૦૮.૩૦ રૂપિયા થઇ ગયો છે. સ્થાનિક ટેક્સને કારણે વિવિધ રાજ્યોમાં એટીએફના ભાવ અલગ અલગ હોય છે. 

આજના ભાવ ઘટાડા પછી દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ  ૩૦ રૂપિયા ઘટીને ૧૬૪૬ રૂપિયા થઇ ગયો છે. 

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સળંગ ચોથા મહિને ઘટાડો કરવામાં આવ્યો છે. આ અગાઉ એક જૂને ૬૯ રૂપિયા, એક મેના રોજ ૧૯ રૂપિયા, એક એપ્રિલના રોજ ૩૦.૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 

જો કે ૧૪.૨ કિલોના ડોમેસ્ટિક એલપીજીના સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેનો ભાવ ૮૦૩ રૂપિયાએ યથાવત રાખવામાં આવ્યો છે.


Google NewsGoogle News