Get The App

જમ્મુ-કાશ્મીરમાં શીત લહેર શરૂ : પહેલગામમાં માઇનસ 3.3 ડિગ્રી, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ

સમગ્ર કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે

શ્રીનગરમાં રાતના સમયે લઘુતમ તાપમાન માઇનસ 1.8 ડિગ્રી સેલ્સિયસ : સીઝનનું સૌથી ઓછું તાપમાન

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરમાં શીત લહેર શરૂ : પહેલગામમાં માઇનસ 3.3 ડિગ્રી, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ 1 - image


Weather News | સમગ્ર કાશ્મીરમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નીચે જતા રહેવાની સાથે  શીત લહેર શરૂ થઇ ગઇ છે. બીજી તરફ શ્રીનગરમાં રાતના સમયે સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું હતું તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

ટ્રાફિકને અસર..

સવારના સમયે ધુમ્મસને કારણે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિકને અસર થઇ હતી. કાશ્મીર ખીણમાં તાપમાન ઘટવાની સાથે ધુમ્મસનું પ્રમાણ વધ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનું ગરમીની સિઝનના પાટનગર શ્રીનગરમાં રાતના સમયે માઇનસ 1.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે એક દિવસ પહેલા માઇનસ 1.2 ડિગ્રી સેલ્સિયસ હતું. જે આ સિઝનનું સૌથી ઓછું તાપમાન છે.કાશ્મીરમાં પહલગામ માઇનસ 3.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌૈથી ઠંડુ સ્થળ હતું. 

પુલવામામાં તાપમાન ગગડ્યું 

પુલવામામાં લધુતમ તાપમાન માઇનસ 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.દક્ષિણ ભારતના સમુદ્ર તટીય રાજ્યો પુડુચેરી, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં મંગળવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે બુધવાર ૨૨ નવેમ્બર એને ગુરૂવાર 23 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરી છે.  કેરળ અને તમિલનાડુ સરકારે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. પુડુચેરી અને કરાઇકલામાં શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં શીત લહેર શરૂ : પહેલગામમાં માઇનસ 3.3 ડિગ્રી, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ 2 - image


Google NewsGoogle News