Get The App

કાશ્મીરમાં ઠંડીનું જોર વધ્યું : માઇનસ આઠ ડિગ્રી સાથે બાંદીપોરા સૌથી ઠંડું

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
કાશ્મીરમાં ઠંડીનું જોર વધ્યું : માઇનસ આઠ ડિગ્રી સાથે બાંદીપોરા સૌથી ઠંડું 1 - image


- દિલ્હીમાં તાપમાન 8.3 ડિગ્રી થતાં દિલ્હીવાસીઓને સામાન્ય રાહત

- આગામી પાંચ દિવસ કાશ્મીરમાં  બરફ વર્ષા અને ઉ. ભારતમાં ગાઢ થી અતિ ગાઢ ધુમ્મસ છવાયેલોે રહેવાની આગાહી

શ્રીનગર : કાશ્મીરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં લઘુતમ તાપમાન માઇનસ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

બાંદીપોરામાં જમ્મુ-કાશ્મીરનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું હતું. ત્યારબાદ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં લઘુતમ તાપમાન માઇનસ ૭.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. શોપિયાંમાં ૬.૯ ડિગ્રી સેલ્સિયસ ઠંડી હતી.

શ્રીનગરનું લઘુતમ તાપમાન માઇનસ ૫.૩ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આ વખતની ઠંડીની સિઝનમાં કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં બરફ વર્ષા થઇ નથી. 

જો કે હવામાન વિભાગે ૨૫ થી ૩૧ જાન્યુઆરી સુધીમાં બરફ વર્ષા થવાની સંભાવના દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે ૪૦ દિવસની ચિલ્લાઇ કલાન ૩૧ જાન્યુઆરીએ સમાપ્ત થઇ રહી છે. 

હરિયાણા અને પંજાબમાં પણ અસહ્ય ઠંડી યથાવત રહી છે. હરિયાણામાં અંબાલા ૩.૪ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ચંડીગઢમાં લઘુતમ તાપમાન ૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. પંજાબના ગુરદાસપુરમાં ૩ ડિગ્રી સેલ્સિયસ ઠંડી હતી.

દિલ્હીમાં લઘુતમ તાપમાન ૮.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં ાવતા દિલ્હીવાસીઓને ઠંડીથી સામાન્ય રાહત મળી છે. 

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૫ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી સુધી હિમાલયમાં સામાન્ય બરફ વર્ષા થશે. પાંચ દિવસ સુધી ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસથી અતિ ભારે ધુમ્મસ છવાયેલો રહેશે.


Google NewsGoogle News