વંદે ભારત એક્સપ્રેસમાં યાત્રીના પેક્ડ ફૂડમાંથી વંદો નીકળતાં હોબાળો, IRCTCએ આપ્યો જવાબ

જબલપુર રેલ્વે સ્ટેશન પર ઉતર્યા પછી યાત્રીએ આ મામલે પશ્ચિમ મધ્ય રેલ્વેને સત્તાવાર ફરિયાદ કરી

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
વંદે ભારત એક્સપ્રેસમાં યાત્રીના પેક્ડ ફૂડમાંથી વંદો નીકળતાં હોબાળો, IRCTCએ આપ્યો જવાબ 1 - image

image : Twitter



Cockroach found in passenger food in vande bharat express | ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા રેલવે મુસાફરોને પૂરા પાડવામાં આવતા પેક્ડ ફૂડમાં મોટી ગરબડનો મામલો સામે આવ્યો છે. વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) માં રાણી કમલાપતિથી જબલપુર જઈ રહેલા એક મુસાફરના ભોજનની થાળીમાંથી વંદો નીકળતાં ખળભળાટ મચી ગયો છે. 

વ્યક્તિએ પેક્ડ ફૂડની તસવીરો શેર કરી 

જબલપુર રેલ્વે સ્ટેશન પર ઉતર્યા પછી યાત્રીએ આ મામલે પશ્ચિમ મધ્ય રેલ્વેને સત્તાવાર ફરિયાદ કરી હતી. ત્યારબાદ બે દિવસ પછી તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાની સમગ્ર માહિતી પણ શેર કરી. તેણે ટ્વિટર પર લખ્યું કે પેકેટમાં મૃત વંદો જોઈને હું ચોંકી ગયો હતો. 

IRCTCએ જવાબ આપ્યો

પીડિત વ્યક્તિએ આ ઘટના અંગે પશ્ચિમ રેલવેમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ટ્વિટર પર આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા IRCTCએ લખ્યું કે, "તમારા ખરાબ અનુભવ માટે અમે ખૂબ જ દિલગીર છીએ. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે અને સંબંધિત સર્વિસ પ્રોવાઈડર સામે ભારે દંડ લાદવામાં આવ્યો છે."

વંદે ભારત એક્સપ્રેસમાં યાત્રીના પેક્ડ ફૂડમાંથી વંદો નીકળતાં હોબાળો, IRCTCએ આપ્યો જવાબ 2 - image



Google NewsGoogle News