બેંગ્લુરુની હોટલમાં પનીરની ગ્રેવીમાંથી નીકળ્યો કોકરોચ, મહિલાએ વીડિયો બનાવતા હોટલ સ્ટાફે ધમકી આપી મારામારી કરી

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
બેંગ્લુરુની હોટલમાં પનીરની ગ્રેવીમાંથી નીકળ્યો કોકરોચ, મહિલાએ વીડિયો બનાવતા હોટલ સ્ટાફે ધમકી આપી મારામારી કરી 1 - image


Image Source: Twitter

- મહિલાએ હોટલ સ્ટાફ પર ગેરવર્તન, ધમકાવવું અને હેરાન કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી 

બેંગ્લુરુ, તા. 06 જાન્યુઆરી 2024, શનિવાર

બેંગ્લુરુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં એક હોટેલમાં એક મહિલાને પીરસવામાં આવેલા ભોજનમાંથી કોકરોચ નીકળ્યો હતો. જે મહિલ સાથે આ ઘટના બની તે મહિલા વ્યવસાયે વકીલ છે. હવે મહિલાએ હોટલ સ્ટાફ પર ગેરવર્તન, ધમકાવવું અને હેરાન કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે એક મહિલાએ ગઈકાલે એક હોટલમાં બપોરનું ભોજન કર્યા બાદ સીધી વિધાન સૌધા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, તેમણે બપોરે 3:00 વાગ્યે હોટલમાં ખાવાનું શરૂ કર્યું તો તેમની પનીરની ગ્રેવીમાંથી કોકરોચ નીકળ્યો. ત્યારબાદ તરત જ તેમણે પોલીસનો સંપર્ક કર્યો. 

મહિલાને વીડિયો બનાવતા જોઈ હોટલના સ્ટાફે મારામારી કરી

આ મામલે પોલીસે જણાવ્યું કે, મહિલાએ પોતાના મોબાઈલ ફોનથી કોકરોચ વાળા ભોજનનું વીડિયો રેકોર્ડિંગ શરૂ કરી દીધું. આ દરમિયાન ત્યાં હોટલના કર્મચારી પણ પહોંચી ગયા. આરોપ છે કે, હોટલના સ્ટાફે કથિત રીતે મહિલાને ધક્કો માર્યો અને ત્યારબાદ તેમને ઢસેડ્યા હતા તથા ધમકી પણ આપી હતી. બાદમાં મહિલાની ફરિયાદના આધાર પર પોલીસે હોટલના બે સ્ટાફ વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે અને હાલમાં આ મામલે તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News