VIDEO: આંદામાનના સમુદ્રમાં કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન, 5500 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત, કિંમત રૂ.25000 હજાર કરોડ
Coast Guard Achieves Major Success In Andaman Sea : ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આંદામાનના સમુદ્ર વિસ્તારમાં એક માછલી પકડનારી બોટથી આશરે 25 હજાર કરોડ રૂપિયાનું લગભગ 5500 કિલો ડ્રગ્ર જપ્ત કર્યું. કોસ્ટગાર્ડના ડોર્નિયર એરક્રાફ્ટના પાયલોટે રૂટીન પેટ્રોલિંગ દરમિયાન આ બોટ દેખાઈ હતી. અધિકારીએ કહ્યું કે, આ કન્સાઈનમેન્ટ ક્યાંથી આવી રહ્યું હતું અને કોને અને ક્યાં સપ્લાય કરવાનું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.
700 કિલોગ્રામ મેથેમ્ફેટામાઇનનો જથ્થો જપ્ત કર્યો
આ મહિનાની શરૂઆતમાં માદક પદાર્થ વિરોધી એજન્સીઓએ ગુજરાતના તટીય વિસ્તારથી દૂર ભારતીય સમુદ્રમાં લગભગ 700 કિલોગ્રામ મેથેમ્ફેટામાઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સાથે આઠ ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ 15 નવેમ્બરે ગુજરાતના પોરબંદર તટીય વિસ્તારમાંથી 500 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
'સાગર મંથન-4' ઓપરેશન હેઠળ મોટી સફળતા
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'સાગર મંથન-4' નામનું આ ઓપરેશન ગુપ્ત માહિતી પર આધારિત હતું. નૌકાદળે દરિયાઈ પેટ્રોલિંગ એસેટ્સનો ઉપયોગ કરીને જહાજને ઓળખી અને અટકાવ્યું. આ ઓપરેશન NCB, નેવી અને ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું.