CNG- PNG ની કિંમતમાં ઘટાડાની જાહેરાત, જાણો કેટલો થયો મહાનગરોમાં ગેસનો ભાવ

મહાનગરોમાં ગેસ લિમિટેડ દ્વારા ભાવ ઘટાડતા લોકોને મોટા રાહત મળી છે

જેમા CNGની કિંમતમાં પ્રતિ કિલોએ 3 રુપિયા અને PNGમાં પ્રતિ કિલો 2 રુપિયા ઘટાડવાની જાહેરાત કરી છે

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
CNG- PNG ની કિંમતમાં ઘટાડાની જાહેરાત, જાણો કેટલો થયો મહાનગરોમાં ગેસનો ભાવ 1 - image
Image Envato 

તા. 2 ઓક્ટોબર 2023, સોમવાર 

મહાનગરોમાં ગેસ લિમિટેડ દ્વારા ભાવ ઘટાડતા લોકોને મોટા રાહત મળી છે. કંપનીએ મુંબઈ અને તેની આસપાસના ઉપનગરોમાં CNG અને PNGની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જેમા CNGની કિંમતમાં પ્રતિ કિલોએ 3 રુપિયા અને PNGમાં પ્રતિ કિલો 2 રુપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. 

2 ઓક્ટોબર 2023ની સવારથી નવા ભાવ અમલમાં

મહાનગર ગેસ લિમિટેડ દ્વારા આપેલા એક નિવેદનમાં કહ્યુ હતું કે, MGLને મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં CNGના ભાવમાં પ્રતિ કિલોએ 3 રુપિયાનો ઘટાડો કર્યો છે. તેમજ ઘરેલુ પીએનજીમાં ભાવમાં 2 રુપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ફેરફાર 1 ઓક્ટોબર 2023ની મધ્યરાત્રીથી લાગુ કરી દેવામાં આવ્યો છે એટલે કે 2 ઓક્ટોબર 2023ની સવારથી નવા ભાવ અમલમાં આવી જશે. 

 હવે CNGના નવો ભાવ પ્રમાણે 76 રુપિયા પ્રતિ કિલો તો  PNG 47 રુપિયા પ્રતિ કિલો

હાલમાં શહેરમાં  CNGના નવો ભાવ 76 રુપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. તો સ્થાનિક  PNG ના ભાવ 47 રુપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. જો કે આ અગાઉ એપ્રિલ મહિનામાં પણ મહાનગરોમાં ગેસ લિમિટેડ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો 8 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જ્યારે PNG ના ભાવમાં પ્રતિ કિલો 5 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 


Google NewsGoogle News