Get The App

'વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું', મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર

Updated: Apr 5th, 2025


Google News
Google News
'વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું', મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર 1 - image


CM Yogi on Waqf: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંસદમાં પાસ થઈ ચૂકેલા વક્ફ સંશોધન અધિનિયમને લઈને આગળનો પ્લાન શનિવારે જાહેર કર્યો હતો. મહારાજગંજમાં યોગીએ કહ્યું હતું કે, 'લાખો એકર જમીન વક્ફ બોર્ડના નામ પર કબ્જે કરવાનું કામ કરાયું હતું. કેટલાક લોકો માટે તે લૂંટનું માધ્યમ બની ગયું હતું. જેના પર હવે સંપૂર્ણ રીતે લગામ લાગશે. આ જમીનો પરત લેવામાં આવશે. હવે વક્ફ બોર્ડની જમીન પર કોઈ લૂંટ નહીં કરી શકે. જાહેર જમીન પર કોઈ કબજો કરી શકશે નહીં. જે પણ જાહેર જમીન હશે તેનો ઉપયોગ શાળાઓ, હૉસ્પિટલો, કૉલેજો અને મેડિકલ કૉલેજો બનાવવા માટે કરવામાં આવશે.'

મુખ્યમંત્રી યોગીએ મહારાજગંજના નૌતનવા બ્લોકના રતનપુરમાં 150 કરોડના ખર્ચે બનેલા રોહિન બૈરાજનું ઉદ્ઘાટન કર્યા બાદ લોકોને સંબોધિત કર્યા હતા. અગાઉની સરકારો પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે, 'ઘણાં વર્ષો સુધી ઉત્તરપ્રદેશની સત્તા સંભાળતી સરકારો પાસે પોતાનું પેટ ભરવાનો પણ સમય નહોતો. મુખ્યમંત્રીએ રૂ. 650 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો.'


રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર 

બીજી તરફ રાહુલ ગાંધીએ વક્ફ બિલ પર પોતાનો વિરોધ દર્શાવતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ મામલે X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, 'મેં પહેલા જ કહ્યું હતું કે વક્ફ બિલ માત્ર મુસ્લિમોને જ નહીં પરંતુ અન્ય ધર્મોને પણ નિશાન બનાવવાનો માર્ગ મોકળો કરી શકે છે. હવે આરએસએસે ખ્રિસ્તી સમુદાય પર પણ ધ્યાન આપવાનું શરુ કર્યું છે. આવા સમયે આપણું બંધારણ જ આપણને આવા હુમલાઓથી બચાવી શકે છે અને તેનું રક્ષણ કરવું આપણા સૌની જવાબદારી છે.'

આ મામલે રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, 'RSS, BJP અને તેમના સાથી પક્ષો દ્વારા બંધારણ પરનો આ હુમલો આજે મુસ્લિમોને નિશાન બનાવે છે, પરંતુ ભવિષ્યમાં અન્ય સમુદાયોને નિશાન બનાવવા માટે એક દાખલો બનશે.'

Tags :