VIDEO : 'તે બધા સ્વાહા થઈ ગયા, માટીમાં મળી ગયા...', મુખ્યમંત્રી યોગીના અતીક-મુખ્તાર પર આકરા પ્રહાર
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આજે (19 મે) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ, રાહુલ ગાંધીની સાથે પ્રયાગરાજમાં હતા. એક તરફ રાહુલ અખિલેશનું ભાગદોડના કારણે ભાષણ ન થઈ શક્યું. તો બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અતીક-મુખ્તારનું નામ લીધા વગર કહ્યું કે, 'જ્યારે પણ 400 પાર બોલવવામાં આવે છે, ત્યારે સમાજવાદી પાર્ટી વાળાઓને ચક્કર આવવા લાગે છે, ચક્કર એટલા માટે પણ આવે છે કારણ કે પ્રયાગરાજ વાળા (અતીક અહમદ) અને ગાઝીપુર વાળા (મુખ્તાર અંસારી) માટીમાં મળી ગયા, હાલ ચક્કર આવી રહ્યા છે જ્યારે 400 પાર થયા તો ખબર નહીં પડે શું થશે, 400 પાર એટલા માટે જોઈએ કારણ કે PoKને ભારત માતાનો ભાગ બનાવી શકાય.'
યોગી આદિત્યનાથે કહ્યું કે, 'સાત તબક્કાઓમાં ચૂંટણી છે. પાંચ તબક્કામાં ચૂંટણી આવતીકાલે છે. તમામને ખબર છે કે 4 જૂને શું થવા જઈ રહ્યું છે. 4 જૂનના પરિણામ અંગે જનતાને પહેલાથી ખબર છે. તમામ જાણે છે કે ભલે ગમે એટલું જોર લગાવી લો આવશે તો મોદી જ, જનતા કહે છે કે જે રામને લાવ્યા છે, અમે તેમને લાવીશું, એટલા માટે નારો નિકળી ચૂક્યો છે ફિર એકબાર મોદી સરકાર.'
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'અમારી સરકાર ગરીબોનું લોહી પીનારા માફિયાઓને ખતમ કરતી રહેશે. સપા-બસપાની સરકારોમાં દીકરી, વેપારી, ખેડૂત સુરક્ષિત ન હહતા. સરકાર માફિયા આતંકવાદીઓની પાસે નતમસ્તક હતી. આજે યુપીમાં દંગા નથી થતા. દંગા કરનારાઓનું રામ નામ સત્ય થઈ ગયું છે.'
વિપક્ષ પર કટાક્ષ કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'જ્યારે સપા-બસપા અને કોંગ્રેસ ઈન્ડી ગઠબંધન તરીકે એક થાય છે તો દેશ માટે બરાબર નથી હોતું, જ્યારે તમની સરકારે સંયુક્ત રીતે હતી તો અયોધ્યા, વારાણસી, લખનઉંના કચહરીમાં આતંકવાદી ઘટનાઓ બનતી હતી અને સપા પાર્ટીના ગુંડા ગરીબોનું અનાજ ખાઈ જતા હતા. હવે ઔરંગઝેબની આત્મા કબરમાં જઈ ચૂકી છે.'