CM યોગીએ શરૂ કર્યું મિશન 2027! મંત્રીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું- 'બટેંગે તો કટેંગે, આ હિન્દૂ લોકોને સમજાવો...'
CM Yogi Mission 2027: 'બટેંગે તો કટેંગે', 'એક રહેંગે તો નેક ઓર સેફ રહેંગે...'નો નારો આપીને ઉત્તરપ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીમાં ભારે જીત મેળવ્યા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ લાઈન પર 2027ની ચૂંટણી પણ લડવાના મૂડમાં છે. શુક્રવારે મુખ્યમંત્રી યોગીએ તમામ મંત્રીઓની સાથે કુંભ અને મિશન 2027ની રણનીતિને લઈને બેઠક કરી. આ બેઠકમાં યોગી આદિત્યનાથે મંત્રીઓને કેટલાક નિર્દેશ આપ્યા.
સૌથી ખાસ 'બટેંગે તો કટેંગે', 'એક રહેંગે તો નેક ઓર સેફ રહેંગે...'ના યોગી-મોદીના મંત્રીને લોકો વચ્ચે લઈ જવા અને હિન્દૂ જન માનસને લઈને સમજાવવાના નિર્દેશ આપ્યા છે. તેની સાથે જ પેટાચૂંટણીમાંથી શીખ લેતા લઘુમતી બાહુલ્ય વિસ્તારોમાં લઘુમતી વર્ગો વચ્ચે પણ જવાના નિર્દેશ આપવામાં આવ્યા. કુંદરકી મોડલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી યોગીએ મંત્રીઓને નિર્દેશ આપ્યા છે કે, પછાતો-દલિતોના વધુમાં વધુ ગામ-ઘરે જાઓ. મંત્રીઓને નિર્દેશ અપાયા છે કે ગામડે-ગામડે ચોપાલ લગાવો, એજ ગામોમાં રાત્રિ રોકાણ પણ કરો. બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં કુંભને લઈને નક્કી થયું કે, યોગી મંત્રિમંડળના કદ્દાવર મંત્રી તમામ રાજ્યોની રાજધાનીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને ત્યાંના મુખ્યમંત્રી અને રાજ્યપાલને કુંભનું આમંત્રણ આપશે.
તેની સાથે જ વિધાનસભા ચૂંટણી માટે હિન્દુત્વ અને સુશાસનને ધાર આપવા, કાયદાના રાજ અને ગુનેગારો વિરૂદ્ધ થયેલા અભિયાનોને જન જન સુધી પહોંચાડવા અને લોકોને આ અંગે સમજાવવાના નિર્દેશ અપાયા છે.