Get The App

ઢાબા-રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામનું પોલીસ વેરિફિકેશન, નામ ડિસ્પ્લે કરવું ફરજિયાત; યોગીના નવા ફરમાનથી વિવાદ

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
ઢાબા-રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામનું પોલીસ વેરિફિકેશન, નામ ડિસ્પ્લે કરવું ફરજિયાત; યોગીના નવા ફરમાનથી વિવાદ 1 - image


UP Dhaba-Restaurants New Rules: ઉત્તર પ્રદેશમાં ખાવા-પીવાની વસ્તુઓમાં ભેળસેળ સામે આવતા ઢાબા અને રેસ્ટોરન્ટ સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિર્દેશ જારી કરી દીધા છે. ખાવા-પીવાની વસ્તુઓમાં ભેળસેળને લઈને મુખ્યમંત્રીએ આજે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે ઘણા દિશા-નિર્દેશો આપ્યા છે. જો કે, આ નિર્દેશો આપતા જ વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્યૂસ, દાળ અને રોટલી જેવી ખાવા-પીવાની વસ્તુઓમાંથી માનવ કચરો મળી આવવો એ ખૂબ જ ઘૃણાસ્પદ છે. આ તમામ બાબતો સ્વીકાર્ય નથી. હવે આવા ઢાબા-રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના સ્થળોની સઘન તપાસ કરવામાં આવશે. આ સાથે જ આવી ખાદ્ય સંસ્થાઓમાં કામ કરતા દરેક કર્મચારીનું પોલીસ વેરિફિકેશન પણ થશે. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખાદ્ય વસ્તુઓની શુદ્ધતા-પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જરૂરી સુધારાના નિર્દેશ આપ્યા છે. જે પ્રમાણે  ખાણી-પીણીના કેન્દ્રો પર સંચાલક, પ્રોપરાઈટ, મેનેજર વગેરેના નામ અને એડ્રેસ ડિસ્પ્લે કરવો ફરજિયાત છે. હવે શેફ હોય કે વેઈટર તમામે માસ્ક અને ગ્લવ્સ પહેરવું ફરજિયાત છે.

આ સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટમાં CCTV લગાવવું ફરજિયાત છે. આ આદેશ પ્રમાણે હવે માનવ કચરો જેવી ગંદી વસ્તુઓની ભેળસેળ મળી આવતા સંચાલક અને પ્રોપરાઈટર પર કડક કાર્યવાહી કરવામાં આવશે. 

મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલ પ્રમુખ દિશા-નિર્દેશ

- તાજેતરના દિવસોમાં દેશના વિભિન્ન ભાગોમાં જ્યૂસ, દાળ અને રોટલી જેવી ખાદ્ય વસ્તુઓમાં માનવ કચરો, અખાદ્ય, ગંદી વસ્તુઓની ભેળસેળની ઘટનાઓ સામે આવી રહી છે. આવી ઘટનાઓ ઘૃણાસ્પદ છે અને સામાન્ય લોકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. આવા દુષ્ટ પ્રયાસોને ક્યારેય સ્વીકારવામાં નહીં આવશે. ઉત્તર પ્રદેશમાં આવી ઘટનાઓ ન બને તેના માટે ઠોસ વ્યવસ્થા કરવી જરૂરી છે.

- ખાણી-પીણીની સંસ્થાઓ જેવી કે ઢાબા-રેસ્ટોરન્ટ વગેરેની તપાસ કરવી જરૂરી છે. રાજ્યવ્યાપી સઘન ઝુંબેશ ચલાવીને આ સંસ્થાઓના સંચાલકો સહિત ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓની ચકાસણી કરવામાં આવે. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી ઝડપથી પૂર્ણ થવી જોઈએ.

- સંચાલકો, માલિકો, મેનેજરો વગેરેના નામ અને સરનામા ખાવાની સંસ્થાઓ પર સ્પષ્ટપણે દર્શાવવા જોઈએ. આ સંદર્ભે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં પણ જરૂરી સુધારા કરવા જોઈએ.

- ઢાબા-હોટલો-રેસ્ટોરન્ટ વગેરે ખાદ્ય સંસ્થાઓમાં CCTVની વ્યવસ્થા કરવામાં આવે. માત્ર ગ્રાહકો માટે બેસવાના સ્થઆન પર જ નહીં પરંતુ સંસ્થાના અન્ય ભાગો પણ CCTVથી કવર હોવા જોઈએ. એ સુનિશ્ચિત થવું જોઈએ કે દરેક સંસ્થાના સંચાલક સીસીટીવી ફીડને સુરક્ષિત રાખશે અને જો જરૂર પડવા પર પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રને ઉપલબ્ધ કરાવશે.

- ખાદ્ય કેન્દ્રોમાં સ્વચ્છતા હોવી જોઈએ. એ સુનિશ્ચિત કરવામાં આવે કે, ખાદ્યપદાર્થો બનાવતી વખતે અને પીરસતી વખતે સંબંધિત વ્યક્તિ માસ્ક અને ગ્લવ્સનો ફરજિયાત ઉપયોગ કરે, તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન થવી જોઈએ.

- સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારે ખિલવાડ ન કરી શકાય. આવા પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ખાદ્યપદાર્થોને બનાવવા, વેચાણ અથવા અન્ય સંબંધિત ગતિવિધિઓ સાથે સંબંધિત નિયમોને વ્યવહારિકતાનું ધ્યાન રાખી વધુ કડક બનાવવામાં આવે. નિયમોના ભંગ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.


Google NewsGoogle News