‘હું અહીં નોકરી કરવા નથી આવ્યો, પ્રતિષ્ઠા તો મને મઠમાં પણ મળે છે’ જાણો યોગીએ આવું કેમ કહ્યું

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
‘હું અહીં નોકરી કરવા નથી આવ્યો, પ્રતિષ્ઠા તો મને મઠમાં પણ મળે છે’ જાણો યોગીએ આવું કેમ કહ્યું 1 - image


Minor Rape Case in Ayodhya : ઉત્તર પ્રદેશ વિધાનસભા (Uttar Pradesh Assembly)માં તાજેતરમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જેમાં અયોધ્યામાં 12 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) સમાજવાદી પાર્ટીના સાંસદ પર ગંભીર આક્ષેપ કર્યો છે. દુષ્કર્મના મામલામાં સપાના નેતા મોઈન ખાન (Moin Khan)નું નામ સામે આવ્યા બાદ મુખ્યમંત્રીએ સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે.

‘હું અહીં નોકરી કરવા નથી આવ્યો’

મુખ્યમંત્રીએ યોગીએ કહ્યું કે, ‘અમે આ ઘટનાને હળવાથી લઈશું નહીં. રેપ કાંડમાં સામેલ વ્યક્તિ ફૈજાબાદ (Faizabad)ના સાંસદ સાથે રહે છે, તે તેમની ટીમનો સભ્ય છે. તેમ છતાં સમાજવાદી પાર્ટી દ્વારા તેમના વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરાઈ નથી. આખરે તેમની મજબૂરી શું છે?’ ગૃહમાં સંબોધન વખતે યોગીએ એવું પણ કહ્યું કે, ‘હું અહીં નોકરી કરવા નથી આવ્યો, જો મને પ્રતિષ્ઠા જોઈતી હોત તો મને મારા મઠમાં પણ મળી જાત.’

'અમે રીલ બનાવનારા નથી, કામ કરનારા લોકો..', સંસદમાં કોંગ્રેસ પર ભડક્યાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ

‘મને પ્રતિષ્ઠા જોઈતી હોત તો મઠમાં પણ મળી જાત’

તેમણે કહ્યું કે, ‘તમને બુલડોઝરથી ડર લાગે છે, જોકે આ કાર્યવાહી નિર્દોષો માટે નથી. જેઓ રાજ્યના યુવાનોના ભવિષ્ય સામે રમત રમે છે, જેઓ વેપારીઓ અને દિકરીઓની સુરક્ષા બગાડે છે, જેઓ રાજ્યમાં અરાજકતા ફેલાવી સામાન્ય લોકોનું જીવવાનું બગાડી દે છે, તેવા લોકો સામે આ બુલડોઝરની કાર્યવાહી છે અને આ મારી જવાબદારી બને છે. હું અહીં નોકરી કરવા આવ્યો નથી. હું અહીં એ માટે આવ્યો છું કે, જો તેઓ કરશે તો ભોગવશે. તે માટે જ હું અહીં આવ્યો છું. આ લડાઈ સામાન્ય નથી, આ પ્રતિષ્ઠાની લડાઈ પણ નથી. જો મારે પ્રતિષ્ઠા જ જોઈતી હોત તો મને મારા મઠમાં પણ મળી જાત.’

મુખ્યમંત્રી સમાજવાદી પાર્ટી પર સાધ્યુ નિશાન

ગૃહમાં યોગીએ કહ્યું કે, ‘અયોધ્યામાં એક 12 વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. આ કૃત્યમાં સમાજવાદી પાર્ટી (Samajwadi Party)નો નેતા મોઈન ખાન સામેલ છે. તે અયોધ્યાના સાંસદ સાથે રહે છે, ઉઠે છે, ખાય છે, પીવે છે, તે તેમની ટીમનો મેમ્બર છે. તેમ છતાં પાર્ટીએ તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. આવી ગંભીર કરતૂતમાં તે સામેલ છે, તેમ છતાં તેને હળવાશથી લેવાનું કામ થઈ રહ્યું છે.’

મથુરા કૃષ્ણ જન્મભૂમિ-શાહી મસ્જિદ વિવાદમાં મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્લાહાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી


Google NewsGoogle News