'હવે અમે કૃષ્ણને રાહ નહીં જોવડાવીએ, અયોધ્યાથી મથુરા તરફ જઈશું', બોલ્યા મુખ્યમંત્રી યોગી
CM Yogi Statement on Mathura : લોકસભા ચૂંટણી 2024ને લઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રમાં પ્રચાર કર્યો હતો. તેમણે ઉત્તર મધ્ય મુંબઈથી ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમના સમર્થનમાં જનસભા કરી. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, 'હવે કૃષ્ણને રાહ નહીં જોવડાવીએ, હવે અમે અયોધ્યાથી મથુરા તરફ જઈશું. જે ઉત્સાર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે એજ ઉત્સાહ મહારાષ્ટ્ર મુંબઈમાં જોવા મળી રહ્યો છે.'
દિલ્હીમાં રાજ કરશે તે રામભક્ત હશે : યોગી
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'મહારાષ્ટ્રના લોકોએ પણ કહ્યું જે દિલ્હીમાં રાજ કરશે તે રામભક્ત હશે. ઉજ્જવલ નિકમ પણ રાષ્ટ્ર ભક્ત તરીકે આપણી વચ્ચે આવ્યા છે. ઉજ્જવલ નિકમ પર સવાલ ઉઠાવીને વિપક્ષ કસાઈ કસાબના ગુણગાન ગાઈ રહ્યું છે. જીવના જોખમમાં મૂકીને ભારતના સપૂતોને ન્યાય અપાવનારા આજે અમારી સાથે છે, કોઈની હિમ્મત નથી કે હવે તેઓ હુમલો કરવાનું વિચારે.'
'I.N.D.I.A.' ગઠબંધન માટે આ ચૂંટણી લૂટવાનું એક માધ્યમ : યોગી
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કહી રહ્યા હતા કે તેમની સરકાર આવશે તો રામ મંદિરનું શુદ્ધિકરણ કરશે. અરે ઉત્તરપ્રદેશની જનતા તમને તે લાયક નહીં છોડે કે તમે અયોધ્યા પહોંચી શકો. 'I.N.D.I.A.' ગઠબંધન માટે આ ચૂંટણી લૂટવાનું એક માધ્યમ છે. અમારા માટે આ ચૂંટણી જનતા-જનાર્દનની ખુશી માટે ભારતને દુનિયાની સૌથી મોટી તાકાત તરીકે સ્થાપિત કરવાનો એક સંકલ્પ છે.'
મોદીજી 25 કરોડ લોકોને ગરીબીથી બહાર લાવ્યા : યોગી
આ દરમિયાન મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'જે લોકો કહે છે કે પીએમ મોદીએ શું કર્યું છે! તેમને સૌથી પહેલા જવાબ આપજો કે- મોદીજી 25 કરોડ લોકોને ગરીબીથી બહાર લાવ્યા છે. આ નવું ભારત છે. આ કોંગ્રેસ, મહાત્મા ગાંધી વાળી કોંગ્રેસ નથી, જેમને સરદાર પટેલ અને લોકમાન્ય તિલકે નેતૃત્વ આપ્યું હતું. આ કોંગ્રેસ, સોનિયા-કોંગ્રેસ છે. રાહુલ-કોંગ્રેસ છે.'
આગામી 6 મહિનામાં 'PoK' પણ ભારતનો ભાગ હશે : યોગી
પાલઘર લોકસભા વિસ્તારમાં આયોજિત જનસભામાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'ભારતમાં છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા જે હિંદવી સ્વરાજની સ્થાપના કરાઈ હતી. પીએમ મોદીના નેતૃત્વમાં હવે તે બનીને રહેશે, કોઈ માઈનો લાલ તેને રોકી નહીં શકે. પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા દો, આગામી 6 મહિનામાં 'PoK' પણ ભારતનો ભાગ હશે.'