Get The App

'સર્જરી એકવાર થશે, તેના માટે આપણે તૈયાર રહેવું પડશે', સંભલ મુદ્દે CM યોગીનું સૂચક નિવેદન

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
'સર્જરી એકવાર થશે, તેના માટે આપણે તૈયાર રહેવું પડશે', સંભલ મુદ્દે CM યોગીનું સૂચક નિવેદન 1 - image


CM Yogi Statement: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ખાનગી ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, 'જૂના દર્દની સારવાર કરવી જરૂરી છે, નહીતર તે કેન્સર બની જાય છે. તેનો ઉકેલ શોધવો ખુબ જ જરૂરી છે કારણ કે આ સારવારની પ્રક્રિયાની સાથે કેટલી પણ કીમોથેરેપી કે રેડિયોથેરેપી તમે આપતા રહેશો. તેનો ઉકેલ આવવાનો નથી. સર્જરી એકવાર થાય છે અને તે સર્જરી માટે આપણે તૈયાર રહેવું પડશે.'

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'ગૂમડું ગમે તેટલું મોટું કેમ ન હોય, એકવાર સર્જરી થઈ જાય પછી તે નવેસરથી આગળ વધે છે. મને લાગે છે કે આ પ્રકારના ઉકેલોનો રસ્તો આપણે જોવો પડશે.'

સંભલમાં ફરીથી મંદિર બનાવવાથી જોડાયેલા સવાલ પર મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'આઇન-એ-અકબરી આ વાતને પ્રમાણિત કરી રહ્યા છે કે અહીં શ્રી હરિના મંદિરને તોડીને એક સ્ટ્રક્ચર ઉભું કરી દેવાયું છે.'

આ પણ વાંચો: કુંભ મેળામાં જવાનું વિચારો છો? તો જાણો પ્રયાગરાજમાં રાત્રિ રોકાણનો ખર્ચ કેટલો અને ત્યાં પહોંચવાના વિકલ્પો શું છે?

બીમારીને સમયસર સ્વીકારવી જોઈએ: મુખ્યમંત્રી યોગી

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'તો લોકો પોતાની આત્માને ખંખોળે, જુએ અને સ્વીકારે. બીમારીને સમયસર સ્વીકારવી જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થાય છે. સંભલ વિશે બધું પહેલેથી જ નક્કી છે. તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે એક પછી એક સંભલનું ઈસ્લામીકરણ કરવામાં આવ્યું છે. કેવી રીતે ત્યાં દરેક પ્રતીક સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. કેવી રીતે સનાતન ધર્મના વારસા સાથે સંકળાયેલા સ્થળોનો નાશ કરવામાં આવ્યો.'

તેમણે કહ્યું કે, 'તાળા બંધ કરી દેવાયા, કૂવાઓ દાંટી દેવાયા, ત્યાં ઘરો ચણી લેવાયા. ત્યાં સતત રમખાણો થયા, કોઈ સરકાર બોલતી ન હતી. 1947થી 2017 સુધીમાં 209 હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. 1976માં 8 હિંદુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને 1978માં 184 હિંદુઓની હત્યા કરવામાં આવી હતી. એક પણ આવા તત્ત્વો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને તેમ છતાં લોકો શાંતિનો સંદેશ લઈને ફરે છે.'

આ પણ વાંચો: 'અરે, તમે ગાલ વિશે તો વાત જ ન કરી...' રમેશ બિધૂડીના નિવેદન પર પ્રિયંકા ગાંધીએ મૌન તોડ્યું


Google NewsGoogle News