માત્ર વાંસળીથી કામ નહીં ચાલે, સુરક્ષા માટે સુદર્શન પણ આવશ્યક: CM યોગીનું સૂચક નિવેદન
Yogi Spoke In Tripura : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે ત્રિપુરામાં કહ્યું કે, 'માત્ર વાંસળીથી કામ નહીં ચાલે, સુરક્ષા માટે સુદર્શન પણ આવશ્યક છે.' યોગીએ પોતાના આ નિવેદનથી પાકિસ્તાન પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે, 'પાકિસ્તાન એક કેન્સર છે અને જ્યાં સુધી તેનું ઓપરેશન નહીં થાય ત્યાં સુધી આ કેન્સરની સમસ્યા હલ થવાની નથી.'
આ પણ વાંચો : શાળા-કોલેજ બંધ, માસ્ક ફરજિયાત: આ ખતરનાક વાયરસના કારણે કેરળમાં અનેક સ્થળોએ કડક આદેશ
સુરક્ષા માટે સુદર્શન પણ જરૂરી છે
તેમણે કહ્યું કે, 'ભગવાન શ્રી કૃષ્ણના એક હાથમાં વાંસળી અને બીજા હાથમાં સુદર્શન હોય છે. માત્ર વાંસળીથી કામ નહીં ચાલે, સુરક્ષા માટે સુદર્શન પણ જરૂરી છે. સુદર્શન તમારી સામે હશે તો કોઈ શ્રી શાંતિકાલી મહારાજે પોતાના પ્રાણનું બલિદાન આપવું પડશે નહીં.' આ સાથે કહ્યું કે, '1947 પહેલા, એવા લોકો કોણ હતા જેઓ ભારતના ભાગલાના સમર્થક બનીને મુસ્લિમ લીગના ઈરાદાઓ અને કોંગ્રેસની સત્તાના લોભની જાળમાં ફસાઈ ગયા હતા અને ભારતના ભાગલા માટે જવાબદાર બન્યા? આવા લોકો વિશે સાચી માહિતી આપવાની જરૂર છે.'
केवल 'मुरली' से काम नहीं चलेगा, बल्कि सुरक्षा के लिए 'सुदर्शन' भी आवश्यक है... pic.twitter.com/GQ4UwfeXP0
— Yogi Adityanath (@myogiadityanath) September 16, 2024
પાકિસ્તાન એક કેન્સર છે
તેમણે કહ્યું કે, 'જો તે સમયની કોંગ્રેસના નેતૃત્વ અને જોગીન્દર નાથ મંડલે મળીને મુસ્લિમ લીગના ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યા હોત તો તે ક્યારેય પાકિસ્તાન જેવી અવ્યવસ્થા ન બની હોત. પાકિસ્તાન એક કેન્સર છે, જ્યાં સુધી તેનું ઓપરેશન નહીં થાય ત્યાં સુધી આ કેન્સરની સમસ્યા દૂર નહીં થાય. આજે PoKમાં પાકિસ્તાનથી અલગ થઈને ભારતમાં જોડાવા માટેની માંગ શરૂ થઈ છે. બલૂચિસ્તાનમાં પાકિસ્તાનથી અલગ થવાની માંગ ઉઠી છે. જ્યાં સુધી પાકિસ્તાન આ ધરતી પર છે, ત્યાં સુધી તે માનવતા માટે કેન્સર બની રહેશે. સમયસર તેની સારવાર માટે વિશ્વની શક્તિઓએ સાથે આવવું પડશે અને ભારતના લોકોએ સૌથી વધુ સજાગ રહેવું પડશે.'