VIDEO:'અમે શિવાજી મહારાજથી જોડાયેલા, મુઘલથી નહીં', સીએમ યોગીએ મરાઠા યોદ્ધાની બહાદુરી યાદ કરી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રના પ્રવાસે છે
Maharashtra: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે મહારાર્ષ્ટ્રના પુર્ણમાં ગીતા ભક્તિ અમૃત મહોત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'ભક્તિ અને શક્તિના સંગમથી 500 વર્ષની ગુલામીની ગાથાને તોડીને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.' યોગી આદિત્યનાથે મુઘલ સમ્રાટ ઔરંગઝેબને પડકારવા બદલ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની પ્રશંસા કરી હતી.
મહારાષ્ટ્રના લોકો ભાગ્યશાળી છે: યોગી આદિત્યનાથે
મહારાષ્ટ્રની ભૂમિ ને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, 'મહારાષ્ટ્રના લોકો ભાગ્યશાળી છે કારણ કે તેમને સદીઓથી સંતોના આશીર્વાદ મેળવે છે. છત્રપતિ શિવાજી મહારાજે મુઘલ સમ્રાટ ઔરંગઝેબને પડકાર ફેંક્યો હતો અને તેમને મરવા માટે છોડી દીધા હતા. મહારાજ છત્રપતિ શિવાજીના રૂપમાં ભક્તિ અને શક્તિનું મિશ્રણ જોઈ શકીએ છીએ.'
મુઘલ મ્યુઝિયમ વિશે વાત કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે,'જ્યારે હું ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી બન્યો ત્યારે સૌથી પહેલા આગ્રા ગયો હતો. ત્યાં મુઘલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું હતું. મેં કહ્યું કે આ મ્યુઝિયમનું નામ છત્રપતિ શિવાજી રાખવું જોઈએ, કારણ કે આપણે તેમની સાથે જોડાયેલા છીએ, મુઘલો સાથે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં ડિફેન્સ કોરિડોરની જાહેરાત કરી છે અને તે છત્રપતિ શિવાજી મહારાજને પણ સમર્પિત છે.'