Get The App

'આજે જેવું અયોધ્યા છે, તેવું જ કાશી-મથુરામાં પણ બને', રામનગરીમાં CM યોગીનું મોટું નિવેદન

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
'આજે જેવું અયોધ્યા છે, તેવું જ કાશી-મથુરામાં પણ બને', રામનગરીમાં CM યોગીનું મોટું નિવેદન 1 - image


CM Yogi Adityanath On Ram Katha Ayodhya : અયોધ્યામાં દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે દીપોત્સવ 2024માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં રામ નગરીથી કાશી-મથુરા તરફ ઈશારો કર્યો. રામનગરીમાં મુખ્યમંત્રી યોગીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, અયોધ્યા જેવું હવે કાશી-મથુરા પણ જોવા મળશે. એટલે કે, તેમનો સ્પષ્ટ સંકેત હતો કે ટૂંક સમયમાં જ કાશી અને મથુરામાં પણ આ પ્રકારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગીએ એમ પણ કહ્યું કે, જ્યારે મોટા ગુંડાઓ પર બજરંગ બલીની ગદાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે તડપે છે.


મોદીજી રામરાજની જેમ કામ કરવા લાગ્યા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ત્રેતા યુગમાં દિવાળીની શરૂઆત આ અયોધ્યાથી થઈ હતી. 22 જાન્યુઆરીએ રામલલાના ધામની પ્રસન્નતા દુનિયાભરમાં થઈ રહી છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ તેનું ઝળહળતું ઉદાહરણ છે. કેટલાક લોકો રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવતા હતા. આ પ્રશ્ન રામના અસ્તિત્વનો નથી, પરંતુ સનાતન અને તમારા પૂર્વજોનો હતો. મોદીજી રામરાજની જેમ કામ કરવા લાગ્યા.


આ પણ વાંચો : ભાગવાનો પ્રયાસ કરી રહેલા ગેંગસ્ટર ગુરશરણને ઠાર મરાયો, પંજાબ પોલીસની મોટી કાર્યવાહી

તેમણે કહ્યું કે, 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. આજે પણ દરેકને કોઈપણ જાતના ભેદભાવ વિના મફત રાશન મળી રહ્યું છે. સરકાર સબકા સાથ, સબકા વિકાસની ભાવનાથી કામ કરી રહી છે. આજે, એક ભારત, શ્રેષ્ઠ ભારતનો ખ્યાલ વારસા અને વિકાસનો અદ્ભુત સંગમ છે.

ભારતે વિશ્વને લોકશાહીની શક્તિનો અહેસાસ કરાવ્યો

તેમણે કહ્યું કે, યુપી આગળે વધશે, તો દેશ પણ આગળ વધશે. નૈમિષારણ્યને પણ અમે વિશ્વસ્તરે ઓળખ અપાવવા માટે કામ કરીશું. વ્યાસ બનાવે એવા સુખ તીર્થના વિકાસનું કામ ચાલી રહ્યું છે. દીપોત્સવનો કાર્યક્રમ કોરોના રોકી શક્યો નથી. ડેપ્યુટી CM કેશવજી રામજીને રિસીવ કરીને રામ-નિષાદરાજના મિલન સ્થળ શ્રીંગવરપુરમાં દીપોત્સવની ઉજવણી મનાવવા ગયા. ભારતે વિશ્વને લોકશાહીની શક્તિનો અહેસાસ કરાવ્યો.


Google NewsGoogle News