CM સિદ્ધારમૈયાએ કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધ હટાવવાના નિવેદન મુદ્દે ઓવૈસીનો કટાક્ષ
કર્ણાટકના મૈસુરમાં સીએમ સિદ્ધારમૈયાએ શુક્રવારે શૈક્ષણિક સંસ્થાઓ પર લાદવામાં આવેલા હિજાબ પ્રતિબંધને પાછો ખેંચવાની વાત કરી
જે બાદ ભાજપે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું
Karnatka Hijab Ban: કર્ણાટકના મૈસૂરમાં એક જનસભાને સંબોધતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે ‘સરકાર રાજ્યમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવવા જઈ રહી છે. આ માટે તંત્રને સૂચના આપવામાં આવી છે.’ આ નિવેદન પછી ભાજપે મુખ્યમંત્રી પર ધર્મના નામે ઝેર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
સિદ્ધારમૈયાના આ નિવેદન બાદ શરૂ થયું રાજકારણ
સિદ્ધારમૈયાના આ નિવેદન બાદ દેશભરમાં આ નિવેદનને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. કર્ણાટક ભાજપ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ સિદ્ધારમૈયા પર ધર્મના આધારે ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેએ હિજાબ વિવાદ પર કહ્યું કે ‘આ કર્ણાટકનો આંતરિક મામલો છે અને તે નિર્ણય મુખ્યમંત્રી લઈ શકે છે.’
કર્ણાટક ભાજપ અધ્યક્ષે આપ્યું આ નિવેદન
રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ પાછો ખેંચવાના મુદ્દે કર્ણાટક ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ‘સત્તાધારી કોંગ્રેસ બ્રિટિશ સરકારની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને આગળ ધપાવી રહી છે. રાજ્ય સરકારે ઓછામાં ઓછા બાળકોને શિક્ષણ આપવું જોઈએ. તેમને ગંદા રાજકારણથી બચાવવું જોઈતું હતું.’
તેમણે આરોપ લગાવ્યો કે ‘એક તરફ કોંગ્રેસ હિજાબ પરનો પ્રતિબંધ હટાવવા માંગે છે. તો બીજી તરફ પરીક્ષા આપવા ગયેલી હિંદુ મહિલાઓને તેમના મંગળસૂત્ર અને અંગૂઠાની વીંટી ઉતારવાની ફરજ પડાય છે. કોંગ્રેસે પણ ક્યારેય લઘુમતીઓનો દરજ્જો વધારવાનો પ્રયાસ કર્યો નથી.’
સિદ્ધારમૈયાના નિવેદન પર ઓવૈસીનો કટાક્ષ
ઓવૈસીએ સિદ્ધારમૈયા પર પ્રહાર કરતા કહ્યું કે, આ સ્પષ્ટ કરવા માટે મુખ્યમંત્રીનો આભાર કે, 'ધર્મનિરપેક્ષ' કોંગ્રેસ સરકાર દ્વારા હિઝાબ પર પ્રતિબંધ હજુ પણ લાગૂ કરવામાં આવી રહ્યો છે. સાથે જ કટાક્ષ કરતા કહ્યું કે, જે મુસ્લિમોને તમે મત આપ્યો. તે ખુબ ખુશ થશે.
સિદ્ધારમૈયાએ વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન
સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે ‘વડાપ્રધાન દરેકના સમર્થન અને દરેકના વિકાસની વાત કરે છે, પરંતુ કેપ, બુરખો અને દાઢીવાળાને બાજુ પર છોડી દે છે.