ઉત્તરાખંડમાં આ દિવસથી લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, મુખ્યમંત્રી ધામીએ જાહેર કરી તારીખ
મુખ્યમંત્રી ધામીએ સ્પષ્ટતા કરી કે ડ્રાફ્ટ મળતા જ પર બિલ લાવીને તે લાગુ કરાશે
Image Source: Twitter
ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્પષ્ટતા કરી છે કે, બીજી ફેબ્રુઆરીના રોજ નિષ્ણાતોની સમિતિ તેનો ડ્રાફ્ટ સોંપશે. ત્યાર પછી વિધાનસભાના આગામી સત્રમાં સરકાર તે લાગુ કરશે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, ‘આદરણીય વડાપ્રધાન @narendramodi જીના એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝન અને ઉત્તરાખંડની ઈશ્વર સમાન જનતા સમક્ષ મૂકેલા સંકલ્પ અને તેમની આકાંક્ષાઓને અનુરૂપ અમારી સરકાર રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા પ્રતિબદ્ધ રહી છે. યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે બનેલી સમિતિ બીજી ફેબ્રુઆરીના રોજ તેનો ડ્રાફ્ટ રાજ્ય સરકારને સોંપશે. બાદમાં અમે આગામી વિધાનસભા સત્રમાં બિલ લાવીને રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરીશું.
મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાચચીતમાં કહ્યું કે, ‘પાંચમી ફેબ્રુઆરીના રોજ વિધાનસભાનું સત્ર બોલાવાયું છે. આ સત્રમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું બિલ પણ પસાર કરાશે. આ સાથે જ ઉત્તરાખંડ આ કાયદો લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય બની જશે.