Get The App

સનાતનને ડેન્ગ્યુ અને હવે હિંદુઓને હિંસક, ભગવાન રામનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધી પર ભડક્યા CM ધામી

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
સનાતનને ડેન્ગ્યુ અને હવે હિંદુઓને હિંસક, ભગવાન રામનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધી પર ભડક્યા CM ધામી 1 - image


Image Source: Twitter

Parliament Session 2024: 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે (1 જુલાઈ) ગૃહમાં કેન્દ્ર સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ અને હિન્દુ ધર્મને લઈને ગૃહમાં નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ સાંસદે કહ્યું કે જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા અને નફરતમાં વ્યસ્ત રહે છે. તમે હિન્દુ નથી, આ દરમિયાન ગૃહમાં ભારે હોબાળો થયો હતો. હવે ગૃહમાં ઉપસ્થિત નેતાઓ બાદ ભાજપના અન્ય નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાહુલ ગાંધીના નિવેદનોનો વિરોધ કરતા X પર એક પોસ્ટ શેર કરી છે.

હિંદુઓ પ્રત્યે આટલી નફરત કેમ

સીએમ ધામીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર લખ્યું કે, હિંદુઓ પ્રત્યે આટલી નફરત કેમ? રામને કાલ્પનિક, સનાતનને ડેન્ગ્યુ અને હવે હિંદુઓને હિંસક, નફરત ફેલાવનારા અને જુઠુ બોલીને કોંગ્રેસના નેતાએ ફરી એક વખત આપણી સંસ્કૃતિ અને ઓળખ પર પ્રહાર કર્યા છે. પરિવારવાદના રાજકારણ અને તુષ્ટિકરણની વિચારધારાથી પીડાતા કોંગ્રેસના નેતાની આ વિભાજનકારી વિચારસરણી નિંદનીય છે.

જાણો શું બોલ્યા હતા રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે આપણા ભારતમાં તમામ ધર્મોના મહાપુરુષો રહ્યા છે. તમામે અહિંસાની વાત કરી છે. ડરને દૂર કરવાની વાત કરી છે. બીજી તરફ જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા, નફરત અને અસત્યની વાત કરે છે. તે હિંદુ હોઈ જ ન શકે. પીએમ મોદીએ એક વખત પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ભારતે કોઈ પર આક્રમણ નથી કર્યું. તેનું કારણ એ છે કે આ દેશ ક્યારેય અહિંસાનો દેશ હતો જ નહીં. હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યથી કદી પીછેહઠ ન કરવી જોઈએ, સત્યની સાથે ઊભા રહેવું જોઈએ. સત્યથી ડરવું ન જોઈએ. અહિંસા આપણું પ્રતીક છે.


Google NewsGoogle News