'અમે જ્યાં હતા, ત્યાં આવી ગયા...', શપથ ગ્રહણ બાદ નીતીશ કુમારનું પહેલું નિવેદન, વડાપ્રધાને પાઠવી શુભેચ્છા

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
'અમે જ્યાં હતા, ત્યાં આવી ગયા...', શપથ ગ્રહણ બાદ નીતીશ કુમારનું પહેલું નિવેદન, વડાપ્રધાને પાઠવી શુભેચ્છા 1 - image


Bihar Politics : મુખ્યમંત્રી નીતીશ કુમારના રાજીનામાંની સાથે જ બિહારમાં 17 મહિનાની જૂની મહાગઠબંધન સરકારનો અંત થઈ ગયો. ત્યારબાદ નીતીશ કુમારે બિહારમાં NDA ગઠબંધન વાળી સરકાર બનાવી છે. નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ શપથ ગ્રહણ બાદ નીતીશ કુમારનું પહેલું નિવેદન સામે આવ્યું છે. આ સાથે વડાપ્રધાન મોદીએ શુભકામનાઓ પણ આપી છે.

અમે જ્યાં હતા, ત્યાં આવી ગયા : નીતીશ કુમાર

શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, 'હું પહેલા પણ તેમની (NDA) સાથે હતો. અમે અલગ અલગ રસ્તાઓ પર ચાલ્યા પરંતુ અમે હવે સાથે છીએ અને સાથે રહીશું. આજે આઠ લોકોએ મંત્રી પદના શપથ લીધા છે, બાકીના પણ ટુંક સમયમાં શપથ લેશે. હું જ્યાં (NDA) હતો, ત્યાં પરત આવી ગયો છું અને હવે ક્યાંય જવાનો સવાલ જ નથી થતો.'

વડાપ્રધાન મોદીએ નીતીશ કુમારને પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન મોદીએ બિહારના નવા મંત્રિમંડળને શુભકામનાઓ પાઠવી છે. તેમણે 'X' પર લખ્યું કે, 'બિહારમાં બનેલી NDA સરકાર રાજ્યના વિકાસ અને અહીંના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કોઈ કસર નહીં છોડીએ. નીતીશ કુમારજીને મુખ્યમંત્રી અને સમ્રાટ ચૌદરી અને વિજય સિન્હાએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવા પર મારી ખુબ ખુબ શુભેચ્છાઓ. મને વિશ્વાસ છે કે આ ટીમ સંપૂર્ણ સમર્પણ ભાવથી રાજ્યના મારા પરિવારજનોની સેવા કરશે.'

નીતીશ કુમારનું પરત આવવું બિહાર માટે સુખદ : જેપી નડ્ડા

જેપી નડ્ડાએ શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, 'નીતીશ કુમારને ફરી બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા પર શુભેચ્છા. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા સહિતના શપથ લેનારા તમામને શુભેચ્છા. મને પૂર્ણ વિશ્વાસ છે કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં  નીતીશની સરકાર વિકસિત અને આત્મનિર્ભર બિહારનો સંકલ્પ સાકાર કરશે. NDA લોકસભા ચૂંટણીમાં જીત મેળવશે અને 2025માં સરકાર બનાવશે.'


Google NewsGoogle News