લાલૂની ઑફર પર બોલ્યા નિતીશ કુમાર, કહ્યું- 'અમે બે વખત આમતેમ ચાલ્યા ગયા હતા, હવે...'
Bihar Politics: પ્રગતિ યાત્રાના બીજા તબક્કામાં શનિવારે ગોપાલગંજ પહોંચેલા મુખ્યમંત્રી નિતીશ કુમારે ફરી પલટી મારશે તેવી ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધો છે. ગોપાલગંજ કલેક્ટ્રેટમાં વિકાસાત્મક યોજનાઓની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી નિતીશ કુમારે કહ્યું કે, 'હું બે વખત ભૂલથી આમતેમ ચાલ્યો ગયો હતો, હવે હંમેશા સાથે રહીશ અને બિહારની સાથે દેશનો વિકાસ કરીશ.' મુખ્યમંત્રી નિતીશ કુમારે આ નિવેદન બાદ રાજકીય ક્ષેત્રે ચાલી રહેલી અટકળો પર વિરામ લગાવી દીધો છે.
'આપણે બિહારને આગળ વધારી રહ્યા છીએ'
મુખ્યમંત્રીએ કહ્યું કે, 'પહેલા હિન્દુ-મુસ્લિમ વચ્ચે વિવાદના સમાચાર આવતા હતા. જ્યારે બિહારના લોકોએ અમને કામ કરવાનો મોકો આપ્યો, ત્યારથી બિહારની સ્થિતિ બદલી છે. તમામ ક્ષેત્રમાં વિકાસનું કામ કરવામાં આવી રહ્યું છે. કોઈની સાથે કોઈ ભેદભાવ નથી કરાયો. અમે લોકો મળીને સતત બિહારને આગળ વધારી રહ્યા છીએ.'
મુખ્યમંત્રીએ કહ્યું કે, 'બિહારનો કોઈ પણ વિસ્તાર વિકાસથી વંચિત નથી. અમે લોકોએ શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ, પુલ-નાળા નિર્માણનું કામ મોટા પ્રમાણમાં કરાયું છે, જેના કારણે બિહારના કોઈ પણ ખૂણાથી પહેલા 6 કલાકમાં લોકો પટના પહોંચતા હતા, હવે તે ઘટીને 5 કલાક કરાયા છે. તેના માટે તમામ પ્રકારના કામ કરાઈ રહ્યા છે.'
મુખ્યમંત્રીએ કહ્યું કે, 'વર્ષ 2020 સુધી અમે લોકોએ આઠ લાખ લોકોને સરકારી નોકરી ઉપલબ્ધ કરી દીધી હતી. ત્યારબાદ અમે લોકોએ 10 લાખ લોકોએ સરકારી નોકરી આપવાનું લક્ષ્ય નક્કી કરાયો હતો, જેને વધારીને 12 લાખ કરાયો છે. અત્યાર સુધી 9 લાખ લોકોને સરકારી નોકરી આપી દેવાઈ છે. આ સિવાય 10 લાખ લોકોને રોજગારી આપવાનો લક્ષ્ય નક્કી કરાયો હતો. અત્યાર સુધી 24 લાખ લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવ્યો છે. વર્ષ 2025માં 12 લાખ લોકોને સરકારી નોકરી અને 34 લાખ લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવાશે.'
આ પણ વાંચો: રોમાંચક મોડ પર દિલ્હીની ચૂંટણી, કેજરીવાલ-સિસોદિયા માટે ભાજપ-કોંગ્રેસે પાથરી જાળ