'જો જીત ન મળે તો જવાબદારી મારી...' પરિણામ પહેલા હરિયાણાના સીએમ નાયબ સૈનીનું નિવેદન
Haryana Assembly elections: હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું. જેની મત ગણતરી આજે સવારે 8 વાગ્યેથી શરુ થઈ ગઈ છે. એવામાં મત ગણતરી શરુ થતા પહેલા હરિયાણાના કાર્યકારી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની એ અનિલ વિજથી લઈને રાવ ઈન્દ્રજીત સુધીના સીએમ પદના દાવેદારો વિષે ખુલીને વાત કરી હતી. તેમજ જો ભાજપ વધુ બેઠક ન જીતે તો તેની જવાબદારી કોની રહેશે? એ વિષે પણ સ્પષ્ટ કરી હતી.
સંસદીય બોર્ડ જે નિર્ણય લે તેમ જ થાય
નાયબ સિંહ સૈનીએ સીએમ પદના મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમજ સીએમ પદ માટે અનિલ વિજ અને રાવ ઈન્દ્રજીતના દાવા અંગે નાયબ સિંહ સૈનીએ કહ્યું કે આ ભાજપ છે. અહીં સંસદીય બોર્ડ જે નિર્ણય લે તેમ જ થાય છે. તેમજ જીતનો શ્રેય દરેકને મળે છે.
આ પણ વાંચો: LIVE: જમ્મુમાં ભાજપ તો કાશ્મીરમાં કોંગ્રેસ-NC ગઠબંધનને જોરદાર લીડ, જુઓ લાઈવ અપડેટ્સ
ભાજપ ન જીતે તો જવાબદાર કોણ?
પરંતુ જો ભાજપ વધુ બેઠક ન જીતે તો તેની જવાબદારી કોની રહેશે? એ બાબત સીએમ સૈનીએ કહ્યું કે, 'અહીં ભાજપનો ચહેરો હું છું. જો જીત નહિ મળે તો તેની જવાબદારી મારી રહેશે.'
હરિયાણામાં સૈનિકો, ખેડૂતો અને કુસ્તીબાજોની નારાજગી જેવા ઘણા વિવાદો થયા છે, એના વિષે પૂછતા સીએમ સૈનીએ વિધાનસભા ચૂંટણીને ધાર્મિક યુદ્ધ ગણાવતા કહ્યું કે, 'ક્યાંય કોઈ નારાજગી નથી. કોઈ ગુસ્સે નથી. જે નારાજગી છે તે કોંગ્રેસની અંદર જ છે. કોંગ્રેસ નારાજ છે.'
સીએમ સૈનીએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો
સીએમ સૈની કુરુક્ષેત્રના મંદિરે પહોંચીને પ્રાર્થના પણ કરી હતી અને કહ્યું કે અમને કોઈ ચિંતા નથી. ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા સીએમ સૈનીએ કહ્યું કે પહેલા એવી વાતો થતી હતી કે અમુક વિસ્તારોમાં વિકાસ થાય છે અને અમુક જગ્યાએ કામ નથી થતું, અમે આ ચિત્ર બદલી નાખ્યું છે.