Get The App

નારાજ થઈને મુખ્યમંત્રી રોડ શો અધવચ્ચે મુકીને ચાલ્યા ગયા, રસ્તામાં ખરાબ થયો હતો 'પ્રચાર રથ'

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
નારાજ થઈને મુખ્યમંત્રી રોડ શો અધવચ્ચે મુકીને ચાલ્યા ગયા, રસ્તામાં ખરાબ થયો હતો 'પ્રચાર રથ' 1 - image


Lok Sabha Election 2024 : ભાજપ ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ ભરવા ‘ચૂંટણી પ્રચાર રથ’માં સવાર થયેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ (CM Mohan Yadav)નો રથ અધવચ્ચે અટકી જતા તેઓ નારાજ થયા છે. સુરક્ષા કર્મચારીઓ દ્વારા ઘણા પ્રયાસો કરવા છતાં રથ આગળ વધ્યો ન હતો, જેના કારણે તેઓ રથને અધવચ્ચે મુકી ત્યાંથી જ રવાના થઈ ગયા છે.

અધવચ્ચે જ ચૂંટણી રથ ખરાબ થતા સીએમ નારાજ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આજે લોકસભા બેઠક પરના BJP ઉમેદવાર સંધ્યા રાયનું ઉમેદવારી પત્ર ભરવા ભિંડ (Bhind) પહોંચ્યા હતા. તેઓ હેલીપેડથી આવી કારમાં કલેક્ટર કાર્યાલયે આવ્યા હતા. ફોર્મ ભરાયા બાદ લહાર ચોકડી પરથી ‘પ્રચાર રથ’માં તેમનો રોડ-શો શરૂ થયો હતો, પરંતુ કિલ્લે રોડ પર તેમનો રથ અધવચ્ચે ખરાબ થતા તેઓ નારાજ થયા છે.

નારાજ થઈને મુખ્યમંત્રી રોડ શો અધવચ્ચે મુકીને ચાલ્યા ગયા, રસ્તામાં ખરાબ થયો હતો 'પ્રચાર રથ' 2 - image

રથ ખરાબ થતા CMના સંબોધન સહિતના કાર્યક્રમ રદ

સુરક્ષા કર્મચારીઓએ રથને આગળ વધારવા માટે ધક્કો પણ માર્યો હતો, જોકે રથ આગળ વધી શક્યો ન હતો. ત્યારબાદ મુખ્યમંત્રી રોડ-શોને રસ્તા વચ્ચે જ પડતો મુકી કારમાં બેસી હેલીપેડ તરફ રવાના થઈ ગયા હતા. કાર્યક્રમ મુજબ રથ લહાર ચોકડીથી શહેર વચ્ચેથી પસાર થઈ પરેડ ચોકડી પર પહોંચવાનો હતો અને અહીં મુખ્યમંત્રી રથમાંથી જ જનતાને સંબોધન કરવાના હતા, જોકે રથમાં ખરાબી સર્જાતા પછીના તમામ કાર્યક્રમો રદ કરવા પડ્યા હતા.

નારાજ થઈને મુખ્યમંત્રી રોડ શો અધવચ્ચે મુકીને ચાલ્યા ગયા, રસ્તામાં ખરાબ થયો હતો 'પ્રચાર રથ' 3 - image

મધ્યપ્રદેશમાં આવતીકાલે 6 બેઠકો માટે મતદાન

આ અંગે ભાજપ ઉમેવાર સંધ્યા રાયે કહ્યું કે, મશીન છે, તેથી ખરાબી આવી જાય છે, ટેકનિકલ પ્રોબેલમ સર્જાય જાય છે. ઉલ્લેખનિય છે કે, દેશમાં આવતીકાલ 19 એપ્રિલથી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો પ્રારંભ થવાનો છે. પ્રથમ તબક્કામાં કુલ 102 બેઠકો માટે મતદાન થશે, જેમાં મધ્યપ્રદેશની છ બેઠકોનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ રાજ્યની અન્ય સાત બેઠકો માટે 26 એપ્રિલે, આઠ બેઠકો માટે સાતમી મેએ અને બાકીની આઠ બેઠકો માટે 13 મેએ મતદાન થશે અને પરિણામ ચોથી જૂને જાહેર થશે. રાજ્યમાં કુલ 29 લોકસભા બેઠકો છે.


Google NewsGoogle News