Get The App

કેસ CBIને સોંપી દઈશું, જો પોલીસ....: મહિલા ડોક્ટરના રેપ-મર્ડર મામલે CM મમતા બેનર્જીનું નિવેદન

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
કેસ CBIને સોંપી દઈશું, જો પોલીસ....: મહિલા ડોક્ટરના રેપ-મર્ડર મામલે CM મમતા બેનર્જીનું નિવેદન 1 - image


Image Source: Twitter

Kolkata Rape-Murder Case: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે રેપ અને મર્ડરનો શિકાર બનેલ મહિલા ડોક્ટરના ઘરે પહોંચ્યા હતા. આ મામલે તેમની સરકાર બેકફૂટ પર છે અને ભાજપ સહિત આખો વિપક્ષ તેમના પર પ્રહાર કરી રહ્યો છે. હવે આ મામલે મમતા બેનર્જી પણ એક્ટિવ છે અને તેમણે પોલીસને રવિવાર સુધીમાં આ કેસની તપાસ પૂર્ણ કરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે, જો પોલીસ આ મામલે રવિવાર સુધીમાં તપાસ નહીં કરી શકી તો પછી હું આ કેસ CBIને ટ્રાન્સફર કરી દઈશ.

મહિલા ડોક્ટરની રેપ બાદ હત્યા 

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતક મહિલા ડોક્ટરના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો સાથે વાત કરી. શુક્રવારે વહેલી સવારે આરજી કર મેડિકલ કોલેજની ટ્રેઈની મહિલા ડોક્ટરનો હોસ્પિટલના પરિસરમાં જ રેપ કરવામાં આવ્યો હતો અને પછી તેની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. 

આ મામલે એક વ્યક્તિની ધરપકડ

આ મામલે પોલીસે આરોપી સંજય રોય નામના વ્યક્તિની ધરપકડ કરી છે જે સિવિક વોલેન્ટિયર છે અને તે મોટાભાગે હોસ્પિટલમાં આવતો હતો. આ કોલકાતા કંડ પર સમગ્ર દેશના ડોક્ટર્સ રોષે ભરાયા છે. આજે દિલ્હી સહીત દેશની તમામ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો હડતાળ કરી રહ્યા છે અને આ મામલે કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે. તેઓએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થાય. 

મેડિકલ કોલેજના પ્રિન્સિપાલનું રાજીનામું

બંગાળ સરકાર પણ આ મામલે બેકફૂટ પર છે અને આ જ કારણ છે કે, હવે આ મામલાની કમાન સીધી મમતા બેનરર્જીએ સંભાળી લીધી છે. આ મામલે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે રાજીનામું પણ આપી દીધુ છે. તેમના ઉપર પીડિતાને દોષી ઠેરવવાનો આરોપ હતો. આ મામલે સોશિયલ મીડિયા પર પણ પ્રિન્સિપલ સંદીપ ઘોષને ઘેરવામાં આવી રહ્યા હતા. તેમણે રાજીનામું આપતા કહ્યું કે, મને સોશિયલ મીડિયા પર કારણ વગર જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં હું રાજીનામું આપી રહ્યો છું. નોંધાનીય છે કે, મહિલા ડોક્ટરના મૃતદેહના પોસ્ટમોર્ટમમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તેમાં જાણવા મળ્યું છે કે, ડોક્ટરના મોઢામાંથી, પ્રાઈવેટ પાર્ટ સહિત અનેક જગ્યાએથી લોહી વહી રહ્યું હતું.


Google NewsGoogle News