‘જો પતિ મોદી-મોદીના નારા લગાવે, તો રાતનું ભોજન ના આપતા’, મહિલાઓને કેજરીવાલની સલાહ

હું મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપું છું. ભાજપે તમારા માટે શું કર્યું?: સીએમ કેજરીવાલ

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
‘જો પતિ મોદી-મોદીના નારા લગાવે, તો રાતનું ભોજન ના આપતા’, મહિલાઓને કેજરીવાલની સલાહ 1 - image


Lok Sabha Elections 2024: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને બફાટ કર્યો છે. શનિવારે સીએમ કેજરીવાલે દિલ્હીમાં 'મહિલા સન્માન સમારોહ' નામના કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, 'ઘણાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામના નારા લગાવી રહ્યા છે, પરંતુ તેને સુધારવું પડશે. જો પતિ પીએમ મોદીના નારા લગાવે તો તેમને રાત્રનું ભોજન ના આપતા.'

મહિલાઓને દર મહિને રૂ. 1000 મળશે

દિલ્હી સરકારે તેના 2024-25ના બજેટમાં 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને 1,000 રૂપિયાની માસિક રકમ આપવાની યોજના જાહેર કર્યા પછી મહિલાઓ સાથે વાતચીત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સન્માન સમારોહમાં બીજેપીનું સમર્થન કરતી મહિલાઓને સીએમ કેજરીવાલે કહ્યું કે, 'પરિવારના સભ્યોને સોગન લેવા કહે કે તેઓ તેમને અને AAPને સમર્થન આપશે. માત્ર તમારા ભાઈ કેજરીવાલ તમારી સાથે ઊભા રહેશે.'

મહિલાઓને વધુ એક ભેટ મળી

મહિલાઓને સંબોધતા કેજરીવાલે કહ્યું કે. મેં વીજળી ફ્રી કરી છે, બસની ટિકિટ ફ્રી કરી છે અને હવે હું મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપું છું. ભાજપે તમારા માટે શું કર્યું? તો પછી ભાજપને વોટ શા માટે? આ વખતે કેજરીવાલને મત આપો. અત્યાર સુધી મહિલાઓના સશક્તિકરણના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી.પાર્ટીઓ કોઈ મહિલાને કોઈ પદ આપે છે અને કહે છે કે મહિલાઓ સશક્ત થઈ ગઈ છે. હું એમ નથી કહેતો કે મહિલાઓને હોદ્દા ન મળવા જોઈએ, તેમને મોટી પોસ્ટ અને ટિકિટ મળવી જોઈએ, તેમને બધું જ મળવું જોઈએ. પરંતુ આનો લાભ માત્ર બે-ચાર મહિલાઓને જ મળે છે. અન્ય મહિલાઓને શું મળે છે?'

‘જો પતિ મોદી-મોદીના નારા લગાવે, તો રાતનું ભોજન ના આપતા’, મહિલાઓને કેજરીવાલની સલાહ 2 - image



Google NewsGoogle News