Get The App

'EDના 4 સાક્ષી ભાજપ સાથે સંકળાયેલા..' સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલે 'ગુજરાતી' ડાયરીનો ઉલ્લેખ કર્યો

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
'EDના 4 સાક્ષી ભાજપ સાથે સંકળાયેલા..' સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલે 'ગુજરાતી' ડાયરીનો ઉલ્લેખ કર્યો 1 - image

Image : IANS



Arvind Kejriwal And ED News | દિલ્હી દારૂ કૌભાંડ મામલે મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા સીએમ કેજરીવાલે આજે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. તેમણે EDના આરોપો પર જવાબ આપતાં કહ્યું કે EDના ચારેય સાક્ષીઓ ભાજપ સાથે સંકળાયેલા છે. હવાલા એજન્ટ પાસેથી ગુજરાતીમાં લખેલી ડાયરી મળી આવી હતી, જેને ભાજપે તેના પુરાવા તરીકે રજૂ કરી હતી.

કેજરીવાલે કયા ચાર સાક્ષીઓનો ઉલ્લેખ કર્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચાર સાક્ષીઓનો ઉલ્લેખ કર્યો હતો જેમાં એક ભાજપ સમર્થિત  લોકસભા ઉમેદવાર મંગુતા શ્રીનિવાસન રેડ્ડી,  કથિત લીકર પોલિસી કૌભાંડમાં ભાજપને 60 કરોડ દાન આપનારા શરથ રેડ્ડી, ભાજપના ગોવાના એક સિનિયર નેતા તથા પ્રમોદ સાવંતના ખાસ સત્ય વિજય અને ગોવાના સીએમ અને પ્રચાર મેનેજમેન્ટની નજીકના વ્યક્તિના નિવેદનનો સમાવેશ થાય છે.

સાક્ષીઓના નિવેદનના આધારે ધરપકડ થઇ : કેજરીવાલ

સીએમ કેજરીવાલે કહ્યું કે આ તમામ લોકોના નિવેદનના આધારે મારી ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા EDએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો. હવે કેજરીવાલે પણ આ મામલે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડ અને ન્યાયિક કસ્ટડીને પડકારી હતી.

સુપ્રીમ કોર્ટે 27મી એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો

સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીને 24 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું હતું. જ્યારે સીએમ કેજરીવાલે 27મી એપ્રિલ સુધીમાં કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરવાનું કહ્યું હતું. EDની એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલની અરજીમાં કોઈ યોગ્યતા નથી. તપાસમાં અસહકારના કારણે તેમની ધરપકડ કરવી જરૂરી હતી.

'EDના 4 સાક્ષી ભાજપ સાથે સંકળાયેલા..' સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલે 'ગુજરાતી' ડાયરીનો ઉલ્લેખ કર્યો 2 - image


Google NewsGoogle News