VIDEO : હેમંત સોરેને રજૂ કર્યો સરકાર રચવાનો દાવો, 28એ ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે
Jharkhand News : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM)ના નેતૃત્વવાળા ગઠબંધનની જીત થઈ છે. આ સાથે હેમંત સોરેન પોતાની સરકાર રિપીટ કરવામાં સફળ રહ્યા છે. ઝારખંડ રાજ્યની રચના બાદ આ પહેલી ઘટના હશે, જ્યારે કોઈ સરકારને બીજા કાર્યકાળ માટે જનાદેશ મળ્યો હોય. હેમંત સોરેને રાજભવન પહોંચીને ગવર્નર સંતોષ ગંગવાર સાથે મુલાકાત કરી અને તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું, પછી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. નવી સરકારનો શપથગ્રહણ સમારોહ 28 નવેમ્બરે રાંચીમાં યોજાઈ શકે છે.
હેમંત સોરેને રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો
ઝારખંડના મુખ્યમંત્રી અને JMMના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનને રવિવાર સાંજે રાજભવન પહોંચાડીને રાજ્યપાલ સંતોષ ગંગવારને પોતાનું રાજીનામું સોંપ્યું છે. આ સાથે તેમણે સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કર્યો. 81 સભ્યોની ઝારખંડ વિધાનસભામાં 56 બેઠકોની સાથે ઈન્ડિયા બ્લોકે બહુમતી મેળવી છે. હેમંત સોરેનના નેતૃત્વ વાળી JMMએ 34 બેઠક જીત છે, જ્યારે તેના સાથી પક્ષ કોંગ્રેસે 16, RJDએ 4 અને CPIMLએ 2 બેઠક જીતી.
ઝારખંડમાં 28 નવેમ્બરે યોજાશે શપથગ્રહણ
કોંગ્રેસ નેતા સુબોધ કાંત સહાયનું કહેવું છે કે, 28 નવેમ્બરે ઝારખંડની નવી સરકારના શપથગ્રહણ સમારોહ યોજાશે. જણાવી દઈએ કે, ઝારખંડ ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકે 56 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. NDAને 24 બેઠક મળી. એક બેઠક પર JLKMની જીત થઈ.