VIDEO: ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી બિલ રજૂ, જય શ્રી રામના નારા લાગ્યા, વિપક્ષનો હોબાળો

યુસીસી લાગુ થતા લગ્ન, છૂટાછેડા અને વારસદારના નિયમો બદલાશે

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
VIDEO: ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી બિલ રજૂ, જય શ્રી રામના નારા લાગ્યા, વિપક્ષનો હોબાળો 1 - image


Uttarakhand UCC Bill: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ વિધાનસભામ  રજૂ કર્યું છે.  આ બિલ રજૂ કરતી વખતે 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા હતા. યુસીસી પર ચર્ચાની માગને લઈને વિધાનસભામાં વિપક્ષે હોબાળો કરતા ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી બિલ પાસ થયા બાદ આ કાયદો લાગુ થઈ જશે. સાથે ઉત્તરાખંડ આઝાદી પછી યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે.

ઘણાં નિયમો બદલાશે

•યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ થયા બાદ બહુવિવાહ પર પ્રતિબંધ મુકવામાં આવશે.

•છોકરીઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષ નક્કી કરવામાં આવશે.

•લિવ-ઈન રિલેશનશિપમાં રહેનારાઓ માટે પોલીસ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે.

•જો લગ્ન નોંધણી નથી કરી તો કોઈપણ સરકારી સુવિધા નહીં મળે.

•મુસ્લિમ મહિલાઓને પણ દત્તક લેવાનો અધિકાર મળશે અને દત્તક લેવાની પ્રક્રિયા સરળ હશે.

•પતિ-પત્ની બંનેને છૂટછેડાની પ્રક્રિયામાં સમાન પ્રવેશ મળશે. 

•નોકરી કરતા પુત્રના મૃત્યુના કિસ્સામાં વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી પત્નીની રહેશે અને તેને વળતર મળશે.

•અનાથ બાળકોને શિક્ષણ આપવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે.

•પતિ-પત્ની વચ્ચેના વિવાદના કિસ્સામાં બાળકોની કસ્ટડી તેમના દાદા-દાદીને આપી શકાય છે.

માર્ચ 2022માં સરકારની રચના બાદ કેબિનેટની પ્રથમ બેઠકમાં યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવાની મંજૂરી આપી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગોવામાં યુસીસી પોર્ટુગીઝ શાસનના સમયથી અમલમાં છે.


Google NewsGoogle News