Get The App

VIDEO: 'તમે એક દિવસ મુખ્યમંત્રી બનશો...', અજિત પવાર અંગે CM ફડણવીસનું મોટું નિવેદન

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
VIDEO: 'તમે એક દિવસ મુખ્યમંત્રી બનશો...', અજિત પવાર અંગે CM ફડણવીસનું મોટું નિવેદન 1 - image


CM Devendra Fadnavis Big Statement: મહારાષ્ટ્રના નાગપુરમાં ગુરૂવારે શિયાળુ સત્ર દરમિયાન રાજ્ય વિધાનમંડળના બંને ગૃહોમાં રાજ્યપાલના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે નાયબ મુખ્યમંત્રી અજિત પવારને કહ્યું કે, તેઓ એક દિવસ જરૂર રાજ્યના મુખ્યમંત્રી બનશે.

મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, 'હું અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને એકનાથ શિંદે શિફ્ટમાં 24/7 કામ કરશે.' તેમણે પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, 'અજિત પવાર જલ્દી ઉઠનારાઓમાંથી છે. એટલા માટે તેઓ સવારનું કામ કરશે. હું બપોરે 12 થી અડધી રાત્રિ સુધી ડ્યૂટી કરીશ, પરંતુ તમે જાણો છો કે રાત્રિ સુધી કામ કરનારું કોણ છે.' તેમણે શિંદેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'તેઓ મોડી રાત્રિ સુધી કામ કરવા માટે જાણીતા છે.'

આ પણ વાંચો: 'તમારી જૂની માનસિકતા છતી થઈ...' અમિત શાહ-RSS પર આંબેડકરના પૌત્રના આકરા પ્રહાર


પોતાના સંબોધન દરમિયાન ફડણવીસે અજિત પવાર તરફ ઇશારો કરતા કહ્યું કે, 'તમને સ્થાયી નાયબ મુખ્યમંત્રી કહીએ છીએ, પરંતુ મારી શુભકામનાઓ તમારી સાથે છે... તમે એક દિવસ મુખ્યમંત્રી બનશો.'

જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીત બાદ અજિત પવારે 5 ડિસેમ્બરે છઠ્ઠીવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

આ પણ વાંચો: 'અમિત શાહ મસ્તીમાં બોલી ગયા, માફી માગી લે એમાં શું...', આંબેડકર વિવાદમાં દિગ્ગજનો ટોણો


Google NewsGoogle News