Get The App

INDIA ગઠબંધનમાં ફરી ડખો, પંજાબમાં કેજરીવાલે કહ્યું કે બધી જ 13 સીટ મારે જોઈએ...

INDIA ગઠબંધનની આગામી તા. 19 ડિસેમ્બરે એક મહત્વની બેઠક યોજાવાની છે

અત્યાર સુધી કોઈપણ સરકારે શહીદ થયેલા પરિવારની સંભાળ લીધી નથી : કેજરીવાલ

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
INDIA ગઠબંધનમાં ફરી ડખો, પંજાબમાં કેજરીવાલે કહ્યું કે બધી જ 13 સીટ મારે જોઈએ... 1 - image
Image Twitter 

તા. 17 ડિસેમ્બર 2023, રવિવાર 

પાંચ રાજ્યોની ચૂંટણી થઈ ગઈ છે. બીજેપીએ હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યોમાં બંપર જીત મેળવી છે. આ જીત પછી વિરોધીદળોમાં હડકંપ મચી ગયો છે. INDIA ગઠબંધનના બેનર નીચે દરેક વિપક્ષી દળો એકસુત્ર દેખાડવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ જ્યારે પણ આ દળ ચૂંટણી સભામાં અને લોકોની વચ્ચે પહોચે છે, તો દરેક પોત પોતાની મરજી પ્રમાણે વાત કરે છે.  

19 ડિસેમ્બરે INDIA ગઠબંધનની એક મહત્વની બેઠક

INDIA ગઠબંધનની આગામી તા. 19 ડિસેમ્બરે એક મહત્વની બેઠક યોજાવાની છે, અને તેના બરોબર પહેલા અરવિંદ કેજરીવાલે પંજાબના લોકો પાસેથી લોકસભા માટે 13 માથી 13 બેઠકો માંગી છે. અરવિંદ કેજરીવાલના આ નિવેદન બાદ પંજાબમાં  સીટનું વિતરણ કઈ રીતે થશે તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે. માહિતી પ્રમાણે તેમા એવી શંકા રહેલી છે કે, પંજાબમાં સીટની વહેચણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંઘર્ષ વધી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવંત માન ભટિંડા પહોચ્યા હતા. 

CM કેજરીવાલે કેન્દ્ર સરકાર પર લગાવ્યો છે આરોપ

કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આરોપ મુકતા કહ્યું કે, કેન્દ્ર સરકારે પંજાબના વિકાસના કામકાજ રોકવા માટેનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ ભષ્ટ્રાચારના મુદ્દે કોંગ્રેસ પર ટિપ્પણી કરી હતી. પંજાબના ભંટિડામાં જનસભા સંબોધતા અરવિંદ કેજરીવાલે લોકો પાસે લોકસભાની ચૂંટણી માટે વોટ માંગ્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે, પંજાબ શહીદોની ધરતી છે. અત્યાર સુધી કોઈપણ સરકારે શહીદ થયેલા પરિવારની સંભાળ લીધી નથી. 

તેમણે વધુમાં કહ્યુ હતું કે, પહેલીવાર પંજાબમાં એવી સરકાર આવી છે કે, આજે જો કોઈ સૈનિક અથવા પોલીસ કર્મચારી શહીદ થાય છે તો ભગવંત માન તેમના પરિવારને 1 કરોડ રુપિયાની સમ્માન રકમ આપે છે. હમણા થોડા દિવસો પહેલા એક અગ્નિવીર અમૃતપાલ શહીદ થયા હતા અને કેન્દ્ર સરકારે તેના પરિવારને જરા પણ ખ્યાલ ન રાખ્યો કે ન કોઈ સમ્માન આપ્યું. જ્યારે ભગવંત માને પરિવારને 1 કરોડની સમ્માન રકમ આપી હતી. 

કોંગ્રેસને પણ આડે હાથે લીધી હતી

આજે ભંટિડામાં પંજાબ સરકાર 1125 કરોડ રુપિયાનું પેકેજ લાવી છે. 75 વર્ષના ઈતિહાસમાં કોઈ રાજકીય પાર્ટીની સરકારે ભટિંડામાં આટલુ મોટુ પેકેજ નથી લાવી. તેમણે કહ્યુ કે, હું ચેલેન્જ કરુ છું કે, બતાવો છેલ્લા 75 વર્ષમાં ભાજપા, કોંગ્રેસ અને અકાલી દળને શું કામ કર્યું છે? પંજાબ સરકાર અત્યાર સુધી 42000 લોકોને સરકારી નોકરી આપી છે. શું અકાલીદળ કે કોંગ્રેસની સરકારે વગર પૈસે અથવા કોઈની લાગવગ વગર કોઈને નોકરી આપી છે.? તેમણે કહ્યુ કે આજે કોઈની પણ ભલામણ કે પૈસા વગર લોકોને નોકરી મળી રહી છે. દિલ્હીનું કામ જોઈને તમે લોકોએ અમને વોટ આપ્યા છે. હવે આ દરેક પાર્ટીવાળા દુખી છે, તેમને લાગે છે કે હવે તેમની પરમેન્ટ નોકરી જતી રહેશે. 



Google NewsGoogle News