Get The App

CM આતિશીની ધરપકડની તૈયારીમાં છે કેન્દ્ર સરકાર, સિસોદિયાના ઘરે પણ દરોડા પડશે: કેજરીવાલ

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
CM આતિશીની ધરપકડની તૈયારીમાં છે કેન્દ્ર સરકાર, સિસોદિયાના ઘરે પણ દરોડા પડશે: કેજરીવાલ 1 - image


Arvind Kejriwal Claim CM Atishi And Manish Sisodia : દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. વરિષ્ઠ નેતાઓમાં આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીએમ આતિશી અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને લઈને મોટો દાવો કર્યો છે અને ભાજપ પર નિશાન સાધ્યું છે.

CM આતિશીની ધરપકડ કરવાની તૈયારીમાં છે કેન્દ્ર

દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે 'મેં થોડા દિવસો પહેલા કહ્યું હતું કે દિલ્હીના સીએમ આતિશીની ધરપકડ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવશે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી કેટલાક દિવસોમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા પડશે. ભારતીય જનતા પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણી હારી રહી છે. આ ધરપકડ અને દરોડા તેમના ડરનું પરિણામ છે.

આ ઉપરાંત કેજરીવાલે કહ્યું કે ‘કેન્દ્રને અમારી વિરુદ્ધ આજ સુધી કંઈ નથી મળ્યું નથી અને ભવિષ્યમાં પણ કંઈ નહીં મળશે. આમ આદમી પાર્ટી એક કટ્ટર ઇમાનદાર પાર્ટી છે.'


વોટર લિસ્ટમાં છેતરપિંડી: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, નવી દિલ્હી વિધાનસભામાં મતદારોના નામ ઉમેરવા અને હટાવવામાં મોટા પાયે છેતરપિંડી થઈ રહી છે. દિલ્હીના સીએમ આતિશીએ મુખ્ય ચૂંટણી કમિશ્નરને પત્ર લખીને પુરાવા રજૂ કર્યા છે અને તેમને મળવા માટે સમય માગ્યો છે.

આ પણ વાંચો: આતિશીની ધરપકડ થઈ શકે છે અને મારા ઘરે પણ દરોડા પડશે, ચૂંટણી પહેલાં કેજરીવાલનો દાવો


Google NewsGoogle News