Get The App

દિલ્હીના CM એ ચૂંટણી લડવા જનતા પાસે ફંડ માગ્યું, રૂ. 100થી 1000 સુધીનું દાન કરવા કરી અપીલ

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
દિલ્હીના CM એ ચૂંટણી લડવા જનતા પાસે ફંડ માગ્યું, રૂ. 100થી 1000 સુધીનું દાન કરવા કરી અપીલ 1 - image


Delhi Election: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ વિધાનસભા ચૂંટણી લડવા માટે લોકો પાસે મદદ માગી છે. તેમણે ચૂંટણી લડવા માટે ક્રાઉડ ફંડિંગની જરૂરિયાત દર્શાવતાં જનતાને અપીલ કરી છે કે, મારે ચૂંટણી લડવા માટે રૂ. 40 લાખની જરૂર છે. તમ લોકો રૂ. 100થી માંડી રૂ. 1000 સુધીની મદદ કરી શકો છો. જે અમને ચૂંટણી લડવા મદદ કરશે.

આતિશીએ લોકોને અપીલ કરી છે કે, દિલ્હીના લોકોએ અમને સમર્થન આપ્યું છે. અમે ચૂંટણી લડવા માટે દાન આપ્યું છે. લોકોના નાના-નાના સહયોગથી અમે ચૂંટણી લડવા અને જીતવા મદદ મળી છે. દિલ્હીના સૌથી ગરીબ લોકોએ અમને રૂ.10થી માંડી રૂ. 100 સુધીનું દાન આપ્યું છે. અમને દેશભરની જનતાએ દાન આપી સમર્થન આપ્યું છે.

‘કેજરીવાલ સરકારે લોકો માટે કામ કર્યુ’

કેજરીવાલ સરકારે જણાવ્યું કે, આપની પ્રમાણિક રાજનીતિ સકારાત્મક રહી હતી. અમે કોર્પોરેટ કે ધનિકો પાસે મદદ માગી નથી. સૌથી મોટી સમસ્યા એ છે કે, ઉમેદવાર અને પક્ષ દિગ્ગજો અને ધનિકો પાસેથી ફંડ લે છે અને બાદમાં તેમના માટે કામ કરે છે. કોન્ટ્રાક્ટ રૂપે તેની ચૂકવણી કરે છે. કેજરીવાલ સરકારે લોકો માટે કામ કર્યું છે. અને તે લોકો જ અમને લડવામાં મદદ કરે છે. જો દિગ્ગજો પાસેથી પૈસા લીધા હોત તો અમે મફત વીજ-પાણી, મોહલ્લા ક્લિનિક કે શિક્ષણ આપી શક્યા ન હોત.



આ પણ વાંચોઃ કાશ્મીરનો Z મોડ ટનલ દેશની સુરક્ષા માટે અત્યંત મહત્ત્વની, પ્રવાસીઓને પણ થશે ફાયદો

મુખ્યમંત્રી માટે ફંડ ઉઘરાવવુ અઘરું નથી

દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ચૂંટણી લડવા માટે મને રૂ. 40 લાખની જરૂર છે. હું લોકોને અપીલ કરૂ છું કે, તેઓ અમને રૂ. 100થી લઈ રૂ. 1000 સુધીનું ફંડ આપી શકે છે. જેનાથી અમે ચૂંટણી લડીશું. એક મુખ્યમંત્રી તરીકે આટલી નાની રકમ ભેગી કરવી અઘરી નથી. પરંતુ અમે ખોટી રીત અપનાવી ફંડ એકત્ર કરવા માગતા નથી. જો અમે ભ્રષ્ટ આચરણ સાથે ફંડ ઉઘરાવ્યું તો, અમારો પાયો ઢળી પડશે.

5 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી

દિલ્હીમાં 70 વિધાનસભા બેઠકોની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે પરિણામ 8 ફેબ્રુઆરીએ રજૂ થશે. સત્તાધીશ આમ આદમી પાર્ટીએ 2015થી 2020 સુધી ચૂંટણીમાં અનુક્રમે 67 અને 62 બેઠકો પર જીત હાંસલ કરી છે. દિલ્હી ચૂંટણીમાં આ વખતે 1.55 કરોડથી વધુ મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 83,49,645 અને મહિલા મતદારોની સંખ્યા 71,73,952 છે.


દિલ્હીના CM એ ચૂંટણી લડવા જનતા પાસે ફંડ માગ્યું, રૂ. 100થી 1000 સુધીનું દાન કરવા કરી અપીલ 2 - image


Google NewsGoogle News