કેજરીવાલ વિરૂદ્ધ વધુ એક NIA તપાસ, જાણો શું છે 133 કરોડનો ખાલિસ્તાની ફંડિંગનો મામલો
Probe against Kejriwal for Khalistani Funding: આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પર વધુ એક આરોપ મૂકવામાં આવ્યો છે. જેમાં 133 કરોડના ખાલિસ્તાની ફિંડિંગ મેળવ્યું હોવાના આરોપસર કેજરીવાલ અને આપ પક્ષ વિરૂદ્ધ એનઆઈએ તપાસ હાથ ધરવા ભલામણ કરી છે.
જાણો શું છે ખાલિસ્તાની ફંડિંગનો કેસ?
આ વર્ષે 1 એપ્રિલે આશુ મોંગિયાએ દિલ્હીના એલજી સક્સેના સમક્ષ ફરિયાદ કરી હતી. આશુ મોંગિયા હિન્દુ ફેડરેશન ઈન્ડિયાના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે ઓળખ આપી ફરિયાદ કરી છે કે, ન્યૂયોર્કના રિચમંડ હિલ ગુરૂદ્વારામાં એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં દેવેન્દ્ર પાલ ભુલ્લરને જેલમાંથી મુક્ત કરવાનુ વચન આપવામાં આવ્યું હતું. ભુલ્લર હાલ અમૃતસરની જેલમાં બંધ છે.
દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ NIA તપાસની ભલામણ કરી છે. જેમાં પ્રતિબંધિત આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસ પાસેથી ફંડિંગ લેવાનો આરોપ છે.
-2014થી 2022 દરમિયાન આમ આદમી પાર્ટીએ ખાલિસ્તાન સંગઠન પાસેથી જેલમાં બંધ આતંકી દેવેન્દ્ર પાલ ભુલ્લરને મુક્ત કરવાના વચન પેટે રૂ. 133 કરોડનું ફંડ લીધુ હતું.
- ફરિયાદીએ ખાલિસ્તાન આતંકી ગુરૂપતવંત સિંહ પન્નુનો એક વીડિયો રજૂ કર્યો છે, જેમાં તે કથિત રીતે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર ખાલિસ્તાની સંગઠનો પાસેથી ફંડિંગ મેળવ્યું હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
- 2014માં કેજરીવાલના અમેરિકા પ્રવાસ દરમિયાન ન્યૂયોર્કના રિચમંડ હિલ ગુરૂદ્વારામાં ખાલિસ્તાનીઓ સાથે ગુપ્ત બેઠક યોજી હતી.
- આપના પૂર્વ કાર્યકર મુનીષ કુમાર રાયજાદાએ સોશિયલ મીડિયા પર કેજરીવાલ તથા ખાલિસ્તાની નેતાઓ સાથે બેઠકની તસ્વીર પણ રજૂ કરી હતી.
-જાન્યુઆરી, 2014માં કેજરીવાલે પત્ર લખી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સમક્ષ ભુલ્લરની સજા માફ કરવા અરજી કરતો પત્ર પણ રજૂ કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં આતંકી ભુલ્લરને જેલમાંથી મુક્ત કરવાની માગ સાથે જંતરમંતર ખાતે આંદોલન કરતાં ઈકબાલ સિંહને પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તેણે આંદોલન સમેટી લીધુ હતું.