'નિષ્પક્ષ તપાસ થાય અને ન્યાય મળે...', સ્વાતિ માલીવાલ કેસ મામલે પહેલીવાર બોલ્યા CM કેજરીવાલ

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
'નિષ્પક્ષ તપાસ થાય અને ન્યાય મળે...', સ્વાતિ માલીવાલ કેસ મામલે પહેલીવાર બોલ્યા CM કેજરીવાલ 1 - image


Swati Maliwal Case : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિત મારામારીના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલે કહ્યું છે કે, તેઓ ઈચ્છે છે કે કેસની નિષ્પક્ષ તપાસ થાય અને ન્યાય મળે. તો સ્વાતિ માલીવાલે આરોપ લગાવતા કેજરીવાલના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે.

સ્વાતિ માલીવાલનો આરોપ છે કે જ્યારે તેઓ 13 મેના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા તેમના સત્તાવાર નિવાસ સ્થાને ગયા હતા. તો કેજરીવાલના ખાનગી સચિવ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વિભવની ધરપકડ કરી છે. ન્યૂઝ એજન્સી, PTI સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે, 'આ મામલો હાલમાં વિચારણા હેઠળ છે અને તેમની ટિપ્પણીઓ કાર્યવાહીને અસર કરી શકે છે.'

'કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ'

તેમણે કહ્યું કે, 'મને આશા છે કે, કેસની નિષ્પક્ષ તપાસ થશે. ન્યાય મળવો જોઈએ. કેસના બે વર્જન છે. પોલીસને બંને વર્જનની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ અને ન્યાય થવો જોઈએ.' તેમના પીએ વિભવ કુમાર આ મામલે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં છે. આ પહેલા બુધવારે માલીવાલે આરોપ લગાવ્યો હતો કે પાર્ટીમાં સૌને તેમને બદનામ કરવાનું ખુબ પ્રેશર છે.

કથની અને કરની એક થવી જોઈએ : સ્વાતિ

કેજરીવાલની પ્રતિક્રિયા પર સવાલ ઉઠાવતા સ્વાતિ માલીવાલે કહ્યું કે, 'મારા કમ્પ્લેન્ટ ફાઈલ કરતા જ નેતાઓ અને વોલન્ટિયરની આખી આર્મી મારી પાછળ લગાવાઈ, મને ભાજપના એજન્ટ બોલાવાયા, મારું ચરિત્ર હરણ કરાયું, છેડછાડ કરીને વીડિયો લીક કરાયો, મારી વિક્ટિમ શેમિંગ કરાઈ, આરોપીની સાથે ફર્યા, તેમને ક્રાઇમ સીન પર ફરી આવવા આપ્યા અને પૂરાવાની સાથે છેડછાડ કરાઈ, આરોપીઓ માટે ખુદ રોડ પર ઉતરી આવ્યા અને હવે મુખ્યમંત્રી સાહેબ જેમને ડ્રોઇંગ રૂમમાં મારી સાથે મારપીટ થઈ, તેઓ કહી રહ્યા છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ... આનાથી મોટી વિડંબણા શું હશે. હું તેને નથી માનતી. કથની અને કરની એક સમાન હોવી જોઈએ.'

ડેટા રિકવરી માટે મુંબઈ લઈ ગઈ પોલીસ

વિભવ કુમારે મંગળવારે તેમના ફોનથી ડેટા રિકવરી માટે મુંબઈ લઈ જવાયા જેને તેમણે પોતાની ધરપકડ પહેલા કથિત રીતે ફોર્મેટ કરી દેવાયા હતા. પોલીસને શંકા છે કે તેમણે પોતાના ફોનના ડેટા મુંબઈમાં કોઈ વ્યક્તિ કે ડિવાઈસને ટ્રાન્સફર કર્યા બાદ તેને ફોર્મેટ કરી દેવાયા.



Google NewsGoogle News