દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આખરે તિહાર જેલથી મુક્ત, અનેક નેતા-કાર્યકરોએ કર્યું ભવ્ય સ્વાગત

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આખરે તિહાર જેલથી મુક્ત, અનેક નેતા-કાર્યકરોએ કર્યું ભવ્ય સ્વાગત 1 - image


CM Arvind Kejriwal Bail Granted : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી ગઈ હતી. સુપ્રીમ કોર્ટે 177 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા હતા. ત્યારે આજે સાંજે તેઓ તિહાર જેલથી મુક્ત થયા. સાંજે લગભગ 6 વાગ્યાની આજુબાજુ કોર્ટનો આદેશ તિહાર જેલ પહોંચ્યો હતો.

ભગવંત માન, સિસોદિયા સહિતના નેતાઓએ કેજરીવાલનું કર્યું સ્વાગત

અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ સહિત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ જેલની બહાર પહોંચ્યા હતા. આ દરમિયાન આપના કાર્યકરોએ ‘કેજરીવાલ આ ગયે’ના નારા લગાવ્યા હતા.

સત્યની જીત થઈ : સૌરભ ભારદ્વાજ અને આતિશી

આ અંગે આપના નેતા સૌરભ ભારદ્વાજ અને આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે અને કહ્યું કે, એકવાર ફરી તાનાશાહીની હાર થઈ છે અને સત્યની જીત થઈ છે.

બે જજોની બેન્ચે આપ્યો હતો ચુકાદો 

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. ઉલ્લેખનીય છે કે કે, દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારબાદ, ચર્ચા દરમિયાન સીબીઆઈ અને કેજરીવાલે પોતાની દલીલો રજૂ કરી હતી.


Google NewsGoogle News