CM કેજરીવાલ અને ભગવંત માન કાલે જશે અયોધ્યા, પરિવાર સાથે કરશે રામલલાના દર્શન

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
CM કેજરીવાલ અને ભગવંત માન કાલે જશે અયોધ્યા, પરિવાર સાથે કરશે રામલલાના દર્શન 1 - image


Kejriwal and Bhagwant Mann : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ કાલે એટલે સોમવારે રામલલાના દર્શન માટે અયોધ્યા જશે.  પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો પરિવાર પણ આ દરમિયાન તેમની સાથે રહેશે. મળતી માહિતી અનુસાર, આ બંને પોતાના માતા-પિતા અને પત્ની સાથે અયોધ્યા જઈને રામલલાના દર્શન કરશે.

આ વચ્ચે આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબની જનતાને ભેટ આપતા રવિવારે 540 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. પંજાબ સરકારે હાલમાં જ ગોઇંદવાલ સાહેબ થર્મલ પ્લાન્ટનું અધિગ્રહણ કર્યું હતું, જ્યારબાદ આ પ્લાન્ટનું નામ શ્રી ગુરુ અમરદાસ થર્મલ પ્લાન્ટ રાખ્યું છે. આ થર્મલ પ્લાન્ટ 540 મેગાવોટનો છે, જેનાથી શરૂ થવાથી પંજાબને ઘણી હત સુધી વીજળી જરૂરિયાતમાં મદદ મળશે.

મુખ્યમંત્રી યોગીએ ધારાસભ્યો સાથે કર્યા રામ મંદિરના દર્શન

આ પહેલા ઉત્તરપ્રદેશના ધારાસભ્ય રવિવાર બપોરે અંદાજિત 12 વાગ્યે અયોધ્યા પહોંચ્યા અને રામ મંદિરમાં પૂજા-અર્ચના કરી. મુખ્યમંત્રી યોગી ધારાસભ્યોના રામ મંદિરમાં સામેલ થવા માટે પુણેથી પહોંચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, કોંગ્રેસ અને બસપા ધારાસભ્ય પણ તે યાત્રાનો ભાગ હતા, જેનાથી સમાજવાદી પાર્ટી દૂર રહી. ધારાસભ્ય એક કલાકથી વધુ સમય સુધી મંદિર પરિસરમાં રહ્યા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ નવનિર્મિત મંદિરમાં રામલલાના દર્શન માટે બંને ગૃહોના સભ્યોને અયોધ્યામાં આમંત્રિત કર્યા હતા. જોકે, સપા પ્રમુખ અખિલેશ યાદવે આ આમંત્રણ અસ્વીકાર કરી દીધું હતું.


Google NewsGoogle News