આભ ફાટ્યું, નદીઓમાં ઘોડાપૂર, અનેક લોકો તણાયા: વરસાદના કારણે હિમાચલ-ઉત્તરાખંડમાં ત્રાહિમામ
Image: X |
Cloud Brust In Himachal Pradesh And Uttarakhand: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. કેરળ, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. જેના કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે. હિમાચલની જેમ ઉત્તરાખંડમાં પણ સ્થિતિ ગંભીર છે. ટિહરી અને કેદારનાથના ભીમબલીમાં વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી છે.
હિમાચલમાં ત્રણ જગ્યાએ વાદળ ફાટ્યું
હિમાચલમાં વાદળ ફાટવાથી મંડી, શિમલા, કુલ્લુમાં ભારે તારાજી સર્જાઈ છે. આ જિલ્લાઓમાં અનેક મકાનો, શાળાઓ, હોસ્પિટલોને નુકસાન થયું છે. આ ઉપરાંત શિમલાના રામપુરના ઝાકરીમાં વાદળ ફાટ્યા પછી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે 22 લોકો ગુમ થયા છે. આ ઉપરાંત મંડીના રાજવાન ગામમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું હતું. આ ત્રણેય જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: બાળકીએ એક વર્ષ પહેલા લખેલી વાર્તા સાચી પડી! સ્કૂલના 32 બાળકોનું નિધન
હિમાચલમાં હવામાનની સ્થિતિ કેવી છે?
હવામાન વિભાગની આગાહી અનુસાર, હિમાચલ માટે હજુ ત્રણ વધુ ભારે દિવસો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા, ચંબા અને સિરમૌરમાં ભારેથી અતિભારે વરસદા પડી શકે છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને કાચા મકાનોને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી છે.
ઉત્તરાખંડમાં પણ પણ ભારે તારાજી સર્જાઈ
ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના ઘનસાલીમાં વાદળ ફાટવાના કારણે બે લોકોના મોત થયા છે. જ્યારા કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભીમબલીના ગડેરામાં વાદળ ફાટ્યું હતું, જેના કારણે માર્ગમાં કાદવ-કીચડ જમા થઈ ગયો છે. જેના કારણે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ભીમબલીમાં ફસાયેલા 200થી વધુ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે રોક્યા હતા. ઉત્તરાખંડમાં ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં 11 લોકોના મોત થયા છે.
ઉત્તરાખંડમાં હવામાનની સ્થિતિ કેવી છે?
હવામાન વિભાગે અનુસાર, ઉત્તરાખંડના છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરકાશી માટે ઓરેન્જ એલર્ટ અને અન્ય પાંચ રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ચમોલી, રૂદ્રપ્રયાગ, દેહરાદૂન, બાગેશ્વર અને નૈનીતાલમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે.