Get The App

શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચે દોઢ કલાક સુધી બંધબારણે યોજાઈ મુલાકાત, રાજકીય વર્તુળોમાં ચર્ચા

શરદ પવારે થોડા દિવસો પહેલા નિવેદન આપ્યું હતું કે અદાણી કેસની તપાસ જેપીસી દ્વારા કરવાની જરૂર નથી

ગૌતમ અદાણી અને NCP પ્રમુખ શરદ સિલ્વર ઓક બંગલોમાં મળ્યા હતા

Updated: Apr 20th, 2023


Google NewsGoogle News
શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચે દોઢ કલાક સુધી બંધબારણે યોજાઈ મુલાકાત, રાજકીય વર્તુળોમાં ચર્ચા 1 - image

image : Twitter


ગૌતમ અદાણી મુંબઈમાં NCPના વડા શરદ પવારને મળ્યા હતા. ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચે લગભગ દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી. શરદ પવારે થોડા દિવસો પહેલા નિવેદન આપ્યું હતું કે અદાણી કેસની તપાસ જેપીસી દ્વારા કરવાની જરૂર નથી. આ પછી ગૌતમ અદાણી પહેલીવાર શરદ પવારને મળ્યા છે. ગૌતમ અદાણી અને NCP પ્રમુખ શરદ સિલ્વર ઓક બંગલોમાં મળ્યા હતા. જોકે આ બેઠક સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. 

લગભગ દોઢ કલાક સુધી ચર્ચા ચાલી

કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે બંધ રૂમમાં દોઢ કલાક સુધી ચર્ચા ચાલી હતી. જોકે, બંને વચ્ચે શું ચર્ચા થઈ તે હજુ સામે આવ્યું નથી. ગૌતમ અદાણી આજે સવારે 10 વાગ્યે તેમની બ્લેક કારમાં શરદ પવારના સિલ્વર ઓક સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ પછી બંને વચ્ચે બંધ રૂમમાં વાતચીત થઈ હતી. ગૌતમ અદાણી વચ્ચે ખરેખર શું ચર્ચા થઈ હતી તે અંગે અદાણી કે શરદ પવારે કોઈ માહિતી આપી નથી. ઉલ્લેખનીય છે કે  શરદ પવાર અને ગૌતમ અદાણી એકબીજાને મળ્યા ત્યારે આ મુલાકાતમાં અન્ય કોઈ હાજર નહોતું.

શરદ પવારનું સ્ટેન્ડ

શરદ પવારે કહ્યું હતું કે, ગૌતમ અદાણી કેસમાં JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની જરૂર નથી. તેમણે આનું કારણ પણ આપ્યું છે. પવારે કહ્યું હતું કે, મેં ક્યારેય હિંડનબર્ગનું નામ પણ સાંભળ્યું નથી. શરદ પવારે એમ પણ કહ્યું હતું કે તે કંપનીના રિપોર્ટ પર વિશ્વાસ કેવી રીતે કરવો. આ સાથે તેમણે JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિ સામે પણ સ્ટેન્ડ લીધો હતો.

તાજેતરમાં ઈન્ટરવ્યૂમાં અદાણીને સમર્થન આપ્યું હતું 

શરદ પવારે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કરી હતી. કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કર્યા બાદ બીજા જ દિવસે શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે તેમણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ તમામ ઘટનાક્રમ બાદ આજે ગૌતમ અદાણીએ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. આ બેઠકમાં બંને વચ્ચે શું ચર્ચા થઈ તે હવે પછી જાણવા મળશે.


Google NewsGoogle News