CLAT 2025 માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આ તારીખથી થશે શરૂ, જાણો યોગ્યતા અને કેટલી છે ફી

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
CLAT 2025 માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આ તારીખથી થશે શરૂ, જાણો યોગ્યતા અને કેટલી છે ફી 1 - image
Image Envato 

CLAT 2025 Registration: નેશનલ લૉ યુનિવર્સિટીના કોન્સોર્ટિયમે કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT 2025) માટેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. સૂચના પ્રમાણે અરજી પ્રક્રિયા 15 જુલાઈથી શરુ કરવામાં આવશે અને 15 ઓક્ટોબર, 2024 સુધી ચાલશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ સંસ્થાની અધિકૃત વેબસાઇટ consortiumofnlus.ac.in પર જઈ ઑનલાઇન અરજી કરી શકે છે.

CLAT Exam Date 2025 

કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT 2025) 1 ડિસેમ્બર, 2024ને રવિવારના રોજ ઑફલાઇન મોડમાં લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષાનો સમય બપોરે 2 થી 4 વાગ્યા સુધી છે. જો કે, પર્સન વિથ ડિસએબિલિટીઝ (PWD) કેટેગરીના ઉમેદવારોને 40 મિનિટ (2:00-4:40 P.M.)નો વધારાનો સમય આપવામાં આવશે. આ ઉપરાંત અરજી કરવા અંગે વિસ્તૃત માહિતી માટે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ માહિતી મેળવી શકો છો.

CLAT 2025 : પરીક્ષાના નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો 

CLAT 2025: કોણ કરી શકે છે અરજી 

CLAT 2025 UG પ્રોગ્રામ (5 Year Integrated Law Degree): જે ઉમેદવારોએ 10+2 અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. પરીક્ષામાં ઓછામાં ઓછા 45% અથવા તેના સમકક્ષ ગ્રેડ હોવો જરુરી છે. SC/ST/PWD ઉમેદવારો માટે ઓછામાં ઓછા 40% અથવા તેના સમકક્ષ ગુણ હોવા જોઈએ. જે ઉમેદવારોએ માર્ચ/એપ્રિલમાં યોજાનારી પરીક્ષા માટે અરજી કરી છે, તેઓ પણ અરજી કરી શકે છે.

CLAT 2025 PG પ્રોગ્રામ (One Year LLM Degree): જે ઉમેદવારો LLB અથવા તેની સમકક્ષ ડિગ્રી મેળવી છે. તેમને ઓછામાં ઓછું 50% અથવા તેની સમકક્ષ ગ્રેડ હોવા જરુરી છે. આ ઉપરાંત  SC/ST/PWD ઉમેદવારો માટે ઓછામાં ઓછા 45% અથવા તેની સમકક્ષ ગ્રેડ હોવા જોઈએ. જે ઉમેદવારોએ માર્ચ/એપ્રિલમાં યોજાનારી ફાઈનલ પરીક્ષા માટે અરજી કરી છે, તેઓ પણ અરજી કરી શકે છે.

CLAT 2025: અરજી ફી

UG અને PG ના લૉ કોર્સ માટે અરજીઓ ઓનલાઈન હશે. બંને પ્રોગ્રામોની ફી રૂ. 4000 છે, જ્યારે SC/ST/PWD/BPL અનામત શ્રેણીના ઉમેદવારોને આ ફીમાં રુપિયા  500ની છૂટ આપવામાં આવી છે. એટલે કે તેમને રૂ. 3500 ફી ચૂકવવાની રહેશે. આ સાથે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, પરીક્ષા સંબંધિત દરેક માહિતી સાથે અપડેટ રહેવા માટે અધિકૃત વેબસાઇટ નિયમિતપણે ચેક કરતાં રહેવું. 



Google NewsGoogle News