Get The App

પહેલા ધોરણમાં બાળકનું એડમિશન કરાવી રહ્યા છો, તો જાણો સરકારે નવી શિક્ષણ નીતિમાં શું કર્યા છે ફેરફાર...

જો તમારા બાળકને ધોરણ 1માં એડમિશન લેવાનું હોય તો તેની ઉંમર 6 કે તેથી વધુ હોવી જોઈએ.

નવી શિક્ષણ નીતિમાં 5+3+3+4 ફોર્મેટનું અમલ કરવાં આવશે

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
પહેલા ધોરણમાં બાળકનું એડમિશન કરાવી રહ્યા છો, તો જાણો સરકારે નવી શિક્ષણ નીતિમાં શું કર્યા છે ફેરફાર... 1 - image

જો તમે આ વર્ષે અથવા આવનારા વર્ષમાં તમારા બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ અપાવવાના હોવ તો આ સમાચાર તમારા માટે છે. ધોરણ 1માં એડમિશન માટે તેની ઉંમર 6 કે તેથી વધુ હોવી જોઈએ. નવી શિક્ષણ નીતિના નિયમો મુજબ 2023 માં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ બાબતે એક નોટિસ તૈયાર કરી રાજ્યોને મોકલી હતી. હવે આ સૂચનાઓને રિપીટ કરી ફરીથી મોકલવામાં આવી છે.

પહેલા ધોરણમાં પ્રવેશ માટે છ વર્ષ પૂરા થયેલા હોવા જરુરી 

બાળકને પહેલા ધોરણમાં એડમિશન મેળવવા માટે તેની ઉંમર જુલાઈ મહિનામાં છ વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. છ વર્ષનો અર્થ સાડા પાંચ વર્ષ કે સવા પાંચ વર્ષ નહીં પરંતુ છ વર્ષથી ઉપર હોવા જોઈએ. શિક્ષણ મંત્રાલયે 15 ફેબ્રુઆરી 2024ના રોજ એક પત્ર જારી કર્યો હતો. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, શૈક્ષણિક સત્ર 2024-25 માટે એડમિશન પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ જશે. જેમા એવી આશા કરવામાં આવે છે કે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગ્રેડ વનમાં એડમિશન માટે બાળકની ઉંમર હવે 6 વર્ષથી વધારે હશે. શિક્ષણ મંત્રાલયે તેના એક્સ હેન્ડલ પર આ વિશેની માહિતી આપી છે.  NEP 2020 અને બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર (RTE એક્ટ 2009) હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી શિક્ષણ નીતિમાં 5+3+3+4 ફોર્મેટનો અમલ કરવાં આવશે

નવી શિક્ષણ નીતિમાં 10+2 ફોર્મેટને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યું છે અને હવે 5+3+3+4 ફોર્મેટનો અમલ કરવાં આવશે. એટલે હવે સ્કૂલના પહેલા પાંચ વર્ષ દરમિયાન પ્રિ-પ્રાયમરી સ્કૂલના ત્રણ વર્ષ ધોરણ 1 અને 2 માટેના ફાઉંડેશન સ્ટેજનો સમાવેશ થશે. ત્યારબાદના ત્રણ વર્ષને ધોરણ 3 થી 5 માટે તૈયારીના તબક્કામાં વિભાજિત કરાશે. એ પછીના ત્રણ વર્ષ મધ્યમ તબક્કો એટલે કે ધોરણ 6 થી 8નો રહેશે, અને માધ્યમિક તબક્કાના ચાર વર્ષ જેમા ધોરણ 9 થી 12નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય સ્કૂલોમાં આર્ટસ, કોમર્સ, સાયન્સ સ્ટ્રીમનું કોઈ કડક પાલન નહીં થાય, એટલે કે હવે વિદ્યાર્થીઓને ગમે તે કોર્સ લઈ શકે છે. 



Google NewsGoogle News