કર્ણાટક : શિમોગામાં ઈદે મિલાદના જુલુસમાં 2 જૂથો વચ્ચે ઘર્ષણ, પોલીસ પર પથ્થમારો, લાઠીચાર્જ

બે જૂથો વચ્ચે પોસ્ટર મુદ્દે બોલાચાલી બાદ ઘર્ષણ, પોલીસનો લાઠીચાર્જ

શિમોગાના એસપી મિથુન કુમારે અફવા પર ધ્યાન ન આપવા કહ્યું

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
કર્ણાટક : શિમોગામાં ઈદે મિલાદના જુલુસમાં 2 જૂથો વચ્ચે ઘર્ષણ, પોલીસ પર પથ્થમારો, લાઠીચાર્જ 1 - image

શિમોગા, તા.01 ઓક્ટોબર-2023, રવિવાર

કર્ણાટકમાં આજે ઈદે મિલાદ જુલુસ દરમિયાન 2 જુથો વચ્ચે ઘર્ષણ થવાની ઘટના સામે આવી છે. રાજ્યના શિમોગામાં ઈદે-મિલાદનું જુલુસ કાઢવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન નજીવા મુદ્દે બે જૂથો સામસામે આવી ગયા છે. બંને પક્ષોની મારા મારી વચ્ચે પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. દરમિયાન ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. 

ભગવા ઝંડાને કચરામાં ફેંકવાની અફવાને લઈ ઘર્ષણ

શિમોગામાં આજે ધાર્મિક વિવાદનો મામલો સામે આવ્યો છે. પોસ્ટર મુદ્દે બે સમુદાયો સામસામે ઘર્ષણ પર ઉતરી આવ્યા છે. ભગવા ઝંડાને કચરામાં ફેંકવાની અફવાને લઈ બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ, ત્યારબાદ તેઓ સામસામે મારામારી પર ઉતરી આવ્યા. ઘટના સ્થળે મામલો વધુ બિચકતા પોલીસ તુરંત દોડી આવી હતી. આ દરમિયાન પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો... ઘટના વધુ ઉગ્ર સ્વરૂપણ ધારણ ન કરે તે માટે પોલીસે ભીડને વિખેરવા લાઠીચાર્જ કરવો પડ્યો.

પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા

પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. શિમોગાના એસપી મિથુન કુમારે પણ ઘટના સ્થળે લોકોના શાંતિ જાળવવા અપીલ કરી છે. ઉપરાંત તેમણે કોઈપણ અફવા પર ધ્યાન ન આપવા પણ જણાવ્યું છે. હાલ અહીં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.


Google NewsGoogle News