Get The App

મહારાષ્ટ્ર : પાણી મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, ત્રણના મોત, ચારને ઈજા, 10ની ધરપકડ

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
મહારાષ્ટ્ર : પાણી મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, ત્રણના મોત, ચારને ઈજા, 10ની ધરપકડ 1 - image
AI Image

Clash Between Two Groups In Maharashtra : મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના વાશી તાલુકાના બાવી ગામમાં ગત રવિવારની રાત્રે પાણીના સપ્લાય મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સમગ્ર ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બે જૂથો વચ્ચેની હિંસક અથડામણ મામલે પોલીસે ગુનો નોંધી, 10 લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.

બે જૂથો વચ્ચે હિંસક અથડામણમાં ત્રણ લોકોના મોત

પોલીસની માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે યરમાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાવી ગામમાં બે જૂથો વચ્ચે પાણી મામલે વિવાદ સર્જાયો હતો. જેમાં ખેતરમાં આવેલા કુવામાંથી પાણીના સપ્લાયને લઈને મામલો વકર્યો હતો અને વિવાદ વધુ ઉગ્ર બનતા બંને જૂથો વચ્ચે મારામારી ઊભી થઈ હતી. બંને જૂથો વચ્ચે અથડામણ હિંસક બનતા અપ્પા કાલે, સુનીલ કાલે અને વૈજનાથ કાલે નામના ત્રણ શખસોના મોત નીપજ્યા હતા. 

પોલીસે 10 લોકોની કરી અટકાયત 

મળતી માહિતી અનુસાર, બંને જૂથના આ તમામ લોકો દૂરના સગા હતા અને પાણી બાબતે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એકની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ તરત જ ધારાશિવ પોલીસે 10 લોકોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો: ફાકડું અંગ્રેજી બોલવામાં દિલ્હી ટોપ પર, રાજસ્થાન-યુપીની પણ ટોપ-10માં એન્ટ્રી, જુઓ રિપોર્ટ

સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ઘટના સ્થળ પર કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટના બાદ ગામમાં તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. જ્યારે ગામમાં શાંતિ જાળવવા માટે પોલીસે લોકોને અપીલ કરી હતી. કયા કારણોસર અથડામણ હિંસક બની સહિતના મુદ્દે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.


Google NewsGoogle News