હરિયાણા ચૂંટણીમાં ત્રણ પરિવાર વચ્ચે ટક્કર, જુઓ કઈ બેઠક પર મેદાનમાં ઉતર્યા છે 13 ઉમેદવાર

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
હરિયાણા ચૂંટણીમાં ત્રણ પરિવાર વચ્ચે ટક્કર, જુઓ કઈ બેઠક પર મેદાનમાં ઉતર્યા છે 13 ઉમેદવાર 1 - image


Image: X

Haryana Assembly Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હવે થોડા દિવસ જ બાકી રહ્યાં છે અને ઉમેદવારોની જાહેરાતનો સમય ચાલુ છે. આ ચૂંટણીમાં પરિવારવાદ નજર આવશે. રાજ્યના ત્રણ સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવાર- ચૌટાલા, ભજન લાલ અને બંસી લાલ- ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવશે. આ પરિવારોના 13 સભ્ય ચૂંટણી લડી રહ્યાં છે. 

પૂર્વ ડેપ્યુટી પીએમ દેવી લાલના પરિવારના આઠ લોકો ચૂંટણી મેદાનમાં છે. તેમાં અભય ચૌટાલા, દુષ્યંત ચૌટાલા, સુનૈના ચૌટાલા, અર્જુન ચૌટાલા, રણજીત સિંહ ચૌટાલા, અમિત સિહાગ ચૌટાલા, આદિત્ય ચૌટાલા અને દિગ્વિજય ચૌટાલા સામેલ છે. 

આ સિવાય ભજન લાલ ફેમિલીના ત્રણ સભ્ય, તેમના પુત્ર ચંદ્ર મોહન, પૌત્ર ભવ્ય બિશ્નોઈ અને ભત્રીજો દુરા રામ પણ ચૂંટણી લડી રહ્યાં છે. બંસી લાલ ફેમિલીથી તેમના પૌત્ર અનિરુદ્ધ ચૌધરી અને શ્રુતિ ચૌધરી પણ ચૂંટણી લડી રહ્યાં છે.

વિધાનસભા સુધી પહોંચવા માટે લાગી હોડ, તે બેઠકો જ્યાં પરિવારના સભ્યો સામ-સામે

ડબવાલી

વિધાનસભા વિસ્તારમાં ચૌટાલા પરિવારની વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળી રહી છે. જ્યાં કાકા, ભત્રીજા અને ભાઈ એકબીજાની સામ-સામે છે અને ચૂંટણી લડી રહ્યાં છે.

જનનાયક જનતા પાર્ટી (જેજેપી) ના દિગ્વિજય ચૌટાલાની ટક્કર તેમના કાકા આદિત્ય ચૌટાલા સાથે છે. આદિત્ય દેવીલાલના પુત્ર જગદીશ ચંદ્રના પુત્ર છે. તે ઈન્ડિયન નેશનલ લોકદળ (આઈએનએલડી) ના ઉમેદવાર છે.

કોંગ્રેસના અમિત સિહાગ ચૌટાલા દિગ્વિજય ચૌટાલાના ભાઈ છે. અમિત સિહાગ ડોક્ટર કેવી સિંહના પુત્ર છે. તેમના દાદા સાહેબ રામ દિવંગત ચૌધરી દેવીલાલના ભાઈ હતાં. 

રાનિયા

અહીં પણ ચૌટાલા ફેમિલીના સભ્ય એકબીજા વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યાં છે. ઓમ પ્રકાશ ચૌટાલાના ભાઈ રણજીત સિંહ ચૌટાલા દેવીલાલના ત્રીજા પુત્ર છે. તે આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય છે. તે ફરીથી અપક્ષ ચૂંટણી લડશે. આ વખતે તેમને જેજેપીનું સમર્થન મળ્યું છે. તેમની ટક્કર આઈએનએલડીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા અભય ચૌટાલાના પુત્ર અને પોતાના પૌત્ર અર્જુન ચૌટાલા સાથે થશે.

તોશામ

આ બેઠક પર હરિયાણાના પૂર્વ સીએમ બંસીલાલ પરિવારના સભ્યોની વચ્ચે ટક્કર થશે. ત્યાં બંસીલાલની પૌત્રી શ્રુતિ ચૌધરીની પોતાના પિતરાઈ ભાઈ અનિરુદ્ધ ચૌધરી સામે ટક્કર થશે. શ્રુતિ ભાજપથી અને અનિરુદ્ધ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે. રસપ્રદ વાત એ છે કે શ્રુતિ પહેલા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી ચૂકી છે અને જ્યારે સફળતા ન મળી તો માતાની સાથે ભાજપમાં સામેલ થઈ ગઈ. 

ઉચાના કલાં

આ બેઠક પર બીરેન્દ્ર સિંહ પરિવાર અને ચૌટાલા પરિવારની વચ્ચે ટક્કર છે. ગત 2019ની ચૂંટણીમાં દુષ્યંત ચૌટાલાએ બીરેન્દ્ર સિંહના પત્ની અને બૃજેન્દ્ર સિંહના માતા પ્રેમ લલાને હરાવ્યા હતાં. આનો બદલો લેવા માટે બૃજેન્દ્ર સિંહે દુષ્યંત ચૌટાલા વિરુદ્ધ ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે.

જોકે, પ્રેમ લલા પહેલા 2014 દુષ્યંતને 2014માં હરાવી ચૂક્યાં છે. છેલ્લા બે ચૂંટણી રેકોર્ડ અનુસાર આ બેઠક પર બંને પરિવારના જીતનો રેશિયો 50-50 છે. હવે આ વખતે જોવાનું એ રહેશે કે કયા પરિવારના સભ્યને લોકો પોતાના નેતા માને છે.

ફતેહાબાદ

આ બેઠકની ટક્કર પણ રસપ્રદ છે. ઓપી ચૌટાલાના ભાઈ પ્રતાપ સિંહ ચૌટાલાની પુત્રવધૂ સુનૈના ચૌટાલા આઈએનએલડીથી ચૂંટણી લડી રહી છે અને તેની ટક્કર ભજન લાલના ભત્રીજા દુરા રામથી છે, જે વર્તમાન ભાજપના ધારાસભ્ય છે. દુરા રામે ગત ચૂંટણી જેજેપીના ડોક્ટર વીરેન્દ્ર સિવાચને હરાવીને જીત મેળવી હતી. આઈએનએલડીના સુમન લતા છઠ્ઠા સ્થાન પર રહ્યાં અને તેમને માત્ર 2,111 વોટ મળ્યા હતાં.

અંબાલા કેન્ટ

કોંગ્રેસ નેતા ચિત્રા સરવારાએ પાર્ટીના ઉમેદવાર પરવિંદર સિંહ પરી વિરુદ્ધ એક અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ચિત્રાને પાર્ટીના સીનિયર નેતા કુમારી શૈલજાના નજીકના માનવામાં આવે છે. જ્યારે તેમના પિતા વિશે કહેવામાં આવે છે કે તે પૂર્વ સીએમ ભૂપિંદર સિંહ હુડ્ડાના નજીકના છે. કુમારી શૈલજા પરવિંદર સિંહ પરી માટે ટિકિટ મેળવવામાં સફળ રહ્યાં. બંનેની ટક્કર ભાજપના દિગ્ગજ નેતા અનિલ વિજ સાથે છે, જે સાતમી વખત ચૂંટણી લડી રહી છે.

કોંગ્રેસે ચિત્રાના પિતા નિર્મલ સિંહ ચૌધરીને અંબાલા શહેરથી મેદાનમાં ઉતાર્યા છે. તેમની ટક્કર પાર્ટીના બે બળવાખોર હિમ્મત સિંહ અને જસબીર મલ્લૌરથી પણ છે, જે અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે.

પિહોવા

હરિયાણાના પૂર્વ કૃષિ મંત્રી જસવિંદર સિંહ સંધૂના બે પુત્ર જસતેજ સંધૂ અને ગગનજોત સંધૂ પિહોવા વિધાનસભા વિસ્તારથી એકબીજા વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં જસતેજ કોંગ્રેસ અને ગગનજોત આઈએનએલડીથી ટિકિટની આશા કરી રહ્યાં હતાં, પરંતુ મળી નહીં. કોંગ્રેસે આ બેઠકથી પૂર્વ નાણા મંત્રી હરમોહેન્દ્ર સિંહ ચડ્ઢાના પુત્ર મંદીપ સિંહ ચડ્ઢાને મેદાનમાં ઉતાર્યા અને આઈએનએલડીએ બલદેવ સિંહને ટિકિટ આપી છે.

પારિવારિક લડત જે હકીકત બની શકી નહીં

ચરખી દાદરી વધુ એક મતવિસ્તાર બની શકતો હતો. જ્યાં સંબંધીઓ બબીતા ફોગાટ અને વિનેશ ફોગાટની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળતી પરંતુ આવું થયું નહીં. કોંગ્રેસે જુલાનાથી વિનેશ ફોગાટને મેદાનમાં ઉતાર્યા અને બબીતાને ભાજપે ટિકિટ આપવાનો ઈનકાર કરી દીધો. હવે તે માત્ર સ્ટાર પ્રચારક છે. બબીતા 2019માં પોતાની પહેલી ચૂંટણી હારી ગઈ હતી અને ત્રીજા સ્થાન પર રહી હતી. 


Google NewsGoogle News