મહાકાલના દરબારમાં શ્રદ્ધાળુઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ
Image Source: Twitter
Ujjain Mahakal Temple: જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. આ મારપીટની ઘટના ભગવાન મહાકાલની શયન આરતી દરમિયાન પ્રવેશને લઈને થઈ હતી.
શંખ દ્વાર બંધ થયા બાદ થયો વિવાદ
પ્રાપ્ત માહિતી પ્રમાણે શંખ દ્વાર બંધ થયા બાદ શ્રદ્ધાળુઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે વિવાદ થઈ ગયો હતો. ત્યાર બાદ કેટલાક શ્રદ્ધાળુઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે વિવાદ થયા બાદ મારપીટ થવા લાગી હતી. મંદિર વ્યવસ્થાપન સમિતિના અધિકારીઓએ આ મામલે તપાસ કરવાની વાત કહી છે. ઈન્ટરનેટ પર આ ઘટનાનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
પ્રચંડ ગરમીમાં શ્રદ્ધાળુઓને રાહત
બીજી તરફ જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં ભક્તોએ છેલ્લા બે દિવસમાં 10 જમ્બો કુલર દાનમાં આપ્યા છે. આ કુલર ટનલ, વિશ્રામધામ વગેરે સ્થળોએ લગાવવામાં આવશે. જેના કારણે પ્રચંડ ગરમીમાં દર્શનાર્થીઓને રાહત મળશે.
પીઆરઓ ગૌરી જોશીએ જણાવ્યું કે, 28 મેના રોજ નવી દિલ્હીના શ્રદ્ધાળુ સંદીપ કપૂરે મંદિર સમિતિને 6 જમ્બો ટેન્ટ કુલર ભેટમાં આપ્યા છે. એવી જ રીતે બુધવારે ઉજ્જૈનના રહેવાસી પવન વિશ્વકર્મા, રાજેશ શ્રીવાસ્તવ, યોગેશ અગ્રવાલ અને હરીશ દેવનાનીએ 4 જમ્બો કુલર ભેટ આપ્યા છે. મંદિર સમિતિ વતી મદદનીશ વહીવટદાર મૂળચંદ જુનવાલે કુલર મેળવી દાનદાતાઓનું સન્માન કર્યું હતું.