VIDEO : ભારતીય પશુપાલકો અને ચીની સૈનિકો બાખડી પડ્યા, લદ્દાખમાં LAC નજીક થઈ અથડામણ

ચીની સૈનિકો આ પશુપાલકોને ઘેટા ચરાવવાથી રોક્યા, જેના કારણે બંને વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
VIDEO : ભારતીય પશુપાલકો અને ચીની સૈનિકો બાખડી પડ્યા, લદ્દાખમાં LAC નજીક થઈ અથડામણ 1 - image


Chinese Soldiers clash with Indian herdsmen in Ladakh : લદ્દાખમાં LAC નજીક ભારતીયો અને ચીની સૈનિકો (Chinese troops) વચ્ચે અથડામણ થઈ હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. હકિકતમાં લદ્દાખમાં ઘેટાં ચરાવતા પશુપાલકો (herdsmen)ના જૂથની LAC પાસે ચીની સૈનિકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ પશુપાલકોનું આ જૂથ બહાદુરીપૂર્વક ચીની સૈનિકો સામે ઊભું રહી ગયું હતું. 

ચીની સૈનિકો પશુપાલકોને ઘેટા ચરાવવાથી રોકી રહ્યા હતા

સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ચીની સૈનિકો આ પશુપાલકોને ઘેટા ચરાવવાથી રોકી રહ્યા હતા, જેના કારણે બંને વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. અગાઉ 2020માં ગલવાનમાં સૈનિકો વચ્ચેના સંઘર્ષ બાદ સ્થાનિક પશુપાલકોએ આ વિસ્તારમાં પ્રાણીઓને ચરાવવાનું બંધ કરી દીધું હતું. જે બાદ હવે ફરી એકવાર ચીની સૈનિકોએ પશુપાલકોને ઘેટાં ચરાવવાની મનાઈ કરી દીધી છે. હવે ચીની સૈનિકો સાથે ઉગ્ર દલીલો કરી રહેલા પશુપાલકોએ દાવો કર્યો છે કે તેઓ ભારતીય વિસ્તારમાં છે અને તેમને કોઈ રોકી શકશે નહીં. 

ચુશુલ કાઉન્સિલરે પશુપાલકોની પ્રશંસા કરતી એક પોસ્ટ શેર કરી

આ વચ્ચે ચુશુલ કાઉન્સિલર (Chushul Councilor) કોનચોક સ્ટેનઝિ (Konchok Stanzin)ને સ્થાનિક પશુપાલકોની પ્રશંસા કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, "પૂર્વી લદ્દાખના સરહદી વિસ્તારોમાં પેંગોંગના ઉત્તરી કાંઠે પશુપાલકોને તેમના અધિકારોનો દાવો કરવા સુવિધા આપવા માટે @FireFuryCorps_IA દ્વારા કરવામાં આવેલી હકારાત્મક અસર જોવાનો આનંદ છે." "હું આવા મજબૂત નાગરિક-લશ્કરી સંબંધો જાળવવા અને સરહદ વિસ્તારની વસ્તીના હિતોનું ધ્યાન રાખવા બદલ ભારતીય સેનાનો આભાર માનું છું."

VIDEO : ભારતીય પશુપાલકો અને ચીની સૈનિકો બાખડી પડ્યા, લદ્દાખમાં LAC નજીક થઈ અથડામણ 2 - image


Google NewsGoogle News