India

CJP Protest : અભિજિત દીપકેને કોર્ટમાં હાજર કરાશે, નેહા બોરાને દિલ્હી પોલીસે છોડી મૂકી

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં 'લહરા દો તિરંગા' વિરોધ પ્રદર્શન પૂર્વે પોલીસે કાર્યવાહી કરી છે. કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજિત દીપકેની BNSS કલમ 126/170 હેઠળ ધરપકડ કરાઈ છે. દિલ્હી પોલીસે અગાઉ 2 નોટિસ આપી હતી. ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ના પ્રમુખ નેહા બોહરાને મુક્ત કરાયા છે. CJP એ દીપકેની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CJP Protest : અભિજિત દીપકેને કોર્ટમાં હાજર કરાશે, નેહા બોરાને દિલ્હી પોલીસે છોડી મૂકી

CJP Protest LIVE: રાજધાની દિલ્હીમાં શુક્રવારે આયોજિત 'લહરા દો તિરંગા' વિરોધ પ્રદર્શન પહેલાં જ વાતાવરણ ગરમાયું છે. દિલ્હી પોલીસે કાર્યવાહી કરતા કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજિત દીપકેને અટકાયતમાં લીધા બાદ હવે વિધિવત ધરપકડ કરી લીધી છે. તેમની સામે BNSS ની કલમ 126/170 હેઠળ પગલાં લેવામાં આવ્યા છે. બીજી તરફ, ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ની રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોહરાને શનિવારે વહેલી સવારે અટકાયતમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

શાંતિ ભંગ અને પીસ બોન્ડ શરતોના ભંગનો આરોપ

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, અભિજિત દીપકેની અટકાયત કરતા પહેલા તેમને બે નોટિસ પાઠવવામાં આવી હતી અને કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક તરફ જવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી હતી. આમ છતાં તેઓ ત્યાં જવા મક્કમ રહ્યા હતા. પોલીસ શનિવારે અભિજિત દીપકેને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટમાં રજૂ કરશે. દિલ્હી પોલીસ કોર્ટમાં એ મુદ્દો ઉઠાવશે કે તેમણે અગાઉ આપેલા 'પીસ બોન્ડ' (Peace Bond) ની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.

"આ કાનૂન વ્યવસ્થાના ધજાગરા": મુક્ત થયા બાદ નેહા બોહરાના પ્રહાર

AISA ના જણાવ્યા મુજબ, પ્રદર્શન પહેલાં અટકાયતમાં લેવાયેલા નેહા બોહરાને આર.કે. પુરમ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા અને કલાકો સુધી અલગ-અલગ જગ્યાએ ફેરવવામાં આવ્યા હતા. નેહાએ કહ્યું કે "દેશમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે. કયા નિયમ કે આદેશ હેઠળ લોકોને આખી રાત અટકાયતમાં રાખવા યોગ્ય છે? સૂર્યાસ્ત પછી મહિલાઓને અટકાયતમાં રાખી શકાતી નથી, તેમ છતાં નિયમો નેવે મૂકાયા. દિલ્હી પોલીસે મને કલાકો સુધી કાનૂની સલાહકાર કે વકીલ સાથે વાત કરવા દીધી નહોતી."

કૉકરોચ જનતા પાર્ટી (CJP) ની તાત્કાલિક મુક્તિની માંગ

અભિજિત દીપકેની ધરપકડ બાદ કૉકરોચ જનતા પાર્ટી (CJP) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને પોલીસ કાર્યવાહીનો સખત વિરોધ નોંધાવ્યો છે. પક્ષે આ ધરપકડને ગેરવાજબી ગણાવીને દીપકેને વહેલી તકે મુક્ત કરવાની માંગ કરી છે.